Editorial Gujarat Lifestyle Politics

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ બન્યો ધૃણાસ્પદ કિસ્સો, રૂપાણી સરકારના ઈશારે રાખડી બાંધવા જતી 100 બહેનોને અટકાવી પાછી મોકલી

મો.ન્યુ.ફો.નેટવર્ક : રક્ષાબંધન ના પવિત્ર દિન ની પુર્વ સંધ્યાએ હાર્દિક પટેલ દ્રારા આમરણાંત ઉપવાસ શરૂ કરાતા રૂપાણી સરકાર ની ખુરશી ના પાયા હચ મચી ગયા છે,જેને લઇ સમગ્ર શહેર ને રૂપાણી સરકાર ના ઈશારે પોલીસ છાવણી માં ફેરવી નાખવામાં આવ્યુ છે.લોકશાહી દેશ મા રૂપાણી સરકાર ની ઠોકશાહી ને કારણે ઊંઝા થી રાખડીઓ લઇ ને હાર્દિક પટેલ ને રાખડીઓ બાંધવા આવેલી 100 જેટલી બહેનોને રૂપાણી સરકાર ના ઈશારે અટકાવી પાછી મોકલવામાં આવતાં નિરાશ થયેલી બહેનોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇ કાલે એટલે કે રક્ષા બંધન ની પુર્વ સંધ્યાએ હાર્દિક પટેલે અનામત અને ખેડૂત માંગ ને લઈ તેનાં નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.હાર્દિક ને ઉપવાસ માટે સરકારે જગ્યા નહીં ફાળવાતાં છેવટે પોતાના ઘરમાં જ ઉપવાસ શરૂ કર્યા જેને સમર્થન આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં,જેમા પાટીદારો ને હાર્દિક ના ઉપવાસ સ્થાને આવતાં રોકવા રૂપાણી સરકાર ના ઈશારે અનેક લોકો ની ધર પકડ કરાઈ હતી તો કેટલાંક પાટીદારો ને કાયદા ની બીક બતાવી પાછા મોકલવાના પ્રયાસો થયાં હતાં.

એટલું જ નહી કૉંગ્રેસ ના નેતા ને પણ પોલીસે રોકતા થોડો સમય માટે કૉંગ્રેસ ના નેતા અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી.ત્યારે દલિત નેતા અને વડગામ ના ધારા સભ્ય જીગ્નેશ મેવાણી એ હાર્દિક પટેલ ની મુલાકાત લઇ સરકાર ની જો હુક્મી પર પ્રહાર કર્યા હતાં,જેમાં મેવાણી એ રૂપાણી સરકાર સામે સવાલ ખડો કરતા મીડિયા સમક્ષ જણાવેલ કે ઊંઝા થી રાખડી બાંધવા આવેલી 100 બહેનો ને રૂપાણી સરકાર ના ઈશારે અટકાવવામા આવી તેં રક્ષા બંધન ની પુર્વ સંધ્યાએ બનેલી ખૂબ જ નીંદનીય બાબત છે.રાખડી બાંધવા માં રૂપાણી સરકાર ની કાયદો વ્યવસ્થા કયાં જોખમાતી હતી?રૂપાણી સરકાર ના ઈશારે બહેનો ને અટકાવવા ની ઘટનાને મેવાણી એ વખોડી કાઢી હતી.