Editorial National Politics

મોદી સરકારની વધું ઍક સફળતા : બળાત્કાર જેવા અપરાધો રોકવા લોકસભામાં મહત્વનું બિલ પાસ કરાયું

મો.ન્યુ.ફો.નેટવર્ક : દેશ માં વધી રહેલી બળાત્કાર ની ઘટનાઓ પર રોક લગાવવા અને બળાત્કારના આરોપીઓને આકરી સજા કરવા માટે ક્રિમિનલ લો (સુધારો) બિલ 2018 લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથેના બળાત્કાર કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે.

આ સાથે જ 16 વર્ષની નાની બાળકીઓ સાથે રેપના દોષિતોને ઓછામાં ઓછી 20 વર્ષ કઠોર સજાની જોગવાઈ છે, જેને ઉંમર કેદ સુધી વધારવામાં આવી શકે છે. સોમવારે બધી જ પાર્ટીઓની સહમતિથી લોકસભામાં આ બિલ પસાર થઈ ગયુ હતું.

આ વિધેયક પર ચર્ચા દરમ્યાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કહ્યું કે બળાત્કારની ઘટનામાં પીડિતાને તાત્કાલિક મફત પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને હોસ્પિટલ તાત્કાલિક પોલીસને જાણ કરશે. તેમણે કહ્યું કે સભ્ય સમાજમાં મહિલા, બહેનો અને દિકરીઓની સુરક્ષા આપણા બધાની નૈતિક જવાબદારી છે.

આ મુદ્દે રિજિજૂએ જણાવ્યું કે, સરકાર યૌન અપરાધના તમામ મામલે પીડિતાઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. નવા કાયદા પ્રમાણે પૂછપરછમાં કોઈ પણ પીડિતા સાથે તેના આચરણ વિશે સવાલ નહીં પૂછી શકે. તેમણે કહ્યું કે આઈપીસી શબ્દાવલી પ્રમાણે બિલમાં 16 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના સ્થાન પર મહિલા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.