Editorial Gujarat Politics

72મા સ્વાતંત્ર પર્વ દિને કૉંગ્રેસના મહિલા MLA ડો.આશાબેન પટેલ દ્રારા ઓનલાઈન ગ્રામ પંચાયતના વેરા વસુલાતની એપ્લીકેશન લોન્ચ કરાઈ

મો.ન્યુ.ફો.નેટવર્ક  :   આજે સમગ્ર દેશ માં ઠેર ઠેર 72 માં સ્વાતંત્ર પર્વ ની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે,ત્યારે PM  ના વતન વડનગર તાલુકા માં પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી,ત્યારે વડનગર તાલુકા ના કેસીમ્પા ગામે ૭૨માં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે કૉંગ્રેસ ના મહિલા  ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે કૉંગ્રેસ ના મહિલા  ધારાસભ્ય ડો.આશાબેન પટેલ દ્રારા સમસ્ત ગામમાં સી.સી.ટી.વી કેમેરા તથા મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ વાર ઓનલાઈન ગ્રામ પંચાયતના વેરા વસુલાતની એપ્લીકેશન લોન્ચ કરાઈ, તેમજ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી સ્વચ્છતા માટે ટ્રોલી અને ટેન્કર ફાળવવામાં આવ્યુ હતુ.