ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની નવી ટીમમાં ગુજરાત માંથી એક માત્ર મહિલા સાંસદની પસંદગી કરાઈ, જાણો વધુ

0
3135

મોર્નિંગ ન્યુઝ ફોકસ, દિલ્હી :  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા એ શનિવારે તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. પોતાની 69 સભ્યોની ટીમમાં નડ્ડાએ ઉત્તરપ્રદેશને પણ ઘણું મહત્વ આપ્યું હતું. આ ટીમમાં ઉત્તરપ્રદેશના 11 લોકોને સ્થાન મળ્યું છે. જૂની ટીમમાં સામેલ રહેલા 7 પદાધિકારીઓને ફરીથી સ્થાન મળ્યું છે. ઘૌરહરાથી સાંસદ રેખા વર્મા પહેલી વાર પાર્ટીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે.

નડ્ડાની ટીમમાં ગુજરાતના એકમાત્ર સાંસદ ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ભારતીબેન શિયાળ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સક્રિય રાજનેતા છે. તેઓ વર્તમાનમાં સાસદ સભ્ય છે. તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય છે. 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર જિલ્લાના તળાજાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. વ્યવસાયે તેઓ એક આયુર્વેદિક સલાહકાર છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર(લોકસભા મત વિસ્તાર)થી 16મી લોકસભાના સભ્ય બનવા માટે 2014માં સામાન્ય ચૂંટણી જીતી.