Bollywood Editorial Gujarat National Politics Trending

વિરોધ : લવરાત્રી ફિલ્મ રજૂ નહીં કરવા થિયેટર માલિકોને કોણે આપી ચીમકી ? જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : સલમાન ખાન દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ લવરાત્રી રિલીઝ થાય તેં પહેલા જ વિવાદો માં સપડાઈ છે, લવરાત્રી ફિલ્મ સાથે સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા અને વારિના હુસૈન બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ત્યારે આ ફિલ્મ સામે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ ફિલ્મ નું ટાઇટલ હિન્દુઓ ના તહેવાર નવરાત્રિ ને સંલગ્ન ઉપરાંત એમા ફિલ્માવેંલ સોન્ગ પણ નવરાત્રિ માં વગાડવામાં આવતાં ગુજરાતી સોન્ગ નું છે,ત્યારે વડોદરામાં શિવસેનાએ શહેરના મલ્ટીપ્લેક્સીસ અને થિયેટર માલિકોને ચેતવણી આપી દીધી છે કે નિર્માતાઓ આ ફિલ્મનું શિર્ષક બદલે નહીં ત્યાં સુધી ફિલ્મને પ્રદર્શિત કરશો નહીં.

જો કે આ ફિલ્મનાં કલાકારો ફિલ્મના પ્રચાર માટે વડોદરાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે પણ હિન્દુ સંગઠનોનાં કેટલાંક સભ્યોએ કાર્યક્રમો ખોરવી નાખ્યા હતા.શિવસેનાએ થિયેટરમાલિકોને એક આવેદનપત્ર આપી રી જણાવ્યુ છે કેે જો ફિલ્મનું શિર્ષક યથાવત્ રાખવામાં આવે તો તમે પણ તમારા સંબંધિત થિયેટર, મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ બતાવશો નહીં. પરંતુ જો તમે હાલના શિર્ષક સાથે ફિલ્મ બતાવવાના તમારા નિર્ણયમાં આગળ વધશો તો એને માટે તમે જ સંપૂર્ણપણે જવાબદાર રહેશો.

શિવસેનાના વડોદરા એકમના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે કહ્યું છે કે જો ફિલ્મનું ટાઈટલ બદલવામાં નહીં આવે તો અમે આ ફિલ્મને વડોદરામાં રિલીઝ થવા નહીં દઈએ. અમને ફિલ્મ સાથે કોઈ વાંધો નથી, પણ એનું ટાઈટલ હિન્દુ સંસ્કૃતિના અપમાન સમાન છે. અમે જિલ્લા કલેક્ટરને પણ આ જ પ્રકારનું આવેદનપત્ર આપ્યું છે. જો ફિલ્મ આ જ નામ સાથે રિલીઝ કરવામાં આવશે તો અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું.