ઊંઝામાં પાટીલ ગર્જના : લોકસભાની 26 સીટોની જેમ વિધાનસભાની 182 સીટો જીતવી પણ મુશ્કેલ નથી

0
525

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ભાજપના નવનિયુક્ત ના અધ્યક્ષ સી આર પાટીલ હાલમાં ગુજરાતની યાત્રા ખેડી રહ્યા છે ત્યારે ગઈકાલે તેઓ ઊંઝા ની યાત્રાએ આવ્યા હતા જેમાં ઊંઝા તાલુકાના શિહી ગામે સી આર પાટીલનું ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું.

ત્યારબાદ કારના કાફલા સાથે આ યાત્રા ઊંઝા એપીએમસી ખાતે આવી પહોંચી હતી જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય ડો.આશાબેન પટેલ,એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિતનાઓએ સી આર પાટીલ નું સ્વાગત કર્યું હતું અને મોમેન્ટો અર્પણ કરી હતી.સીઆર પાટીલે કાર્યકરોને સંબોધતા 182 સીટ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આ યાત્રા ઊંઝા ઉમિયા માતા ના મંદિર તરફ નીકળી હતી ત્યારે રસ્તામાં ઊંઝા નગરપાલિકા પાસે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ મણિલાલ પટેલ અને અન્ય પાલિકા સદસ્યો દ્વારા સી આર પાટીલનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ પાટીલ યાત્રા ઊંઝા ઉમિયા માતા પહોંચી હતી. ઊંઝા ઉમિયા માતા ખાતે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા નારણભાઈ પટેલ તેમજ અન્ય સંસ્થાઓના હોદ્દેદારો એ પાટીલનું સ્વાગત કર્યું હતું. ઉમિયા માતાના દર્શન કર્યા બાદ પાટીલની રજતતુલા કરવામાં આવી હતી જેમાં 96 કિલો ચાંદીમાંથી 51 કિલો ચાંદી ઉમિયા માતાના મંદિરને અર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, માન.મંત્રી સૌરભભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા, સાંસદ શારદાબેન પટેલ, પૂર્વમંત્રી રજનીભાઇ પટેલ, મહેસાણા જીલ્લા પ્રમુખ નીતિનભાઇ પટેલ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. ઋત્વીજભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા, ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, ઉમિયા માતાજી સંસ્થાનનાં પ્રમુખ મણીભાઇ પટેલ, અગ્રણી શ્રી નારણકાકા, ઉંઝા એ.પી.એમ.સી ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ સહિતનાં હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.