Gujarat

રૂપાણી સરકારના પ્લાસ્ટિક પ્રતિબંધના દાવા પોકળ : Dy. CM નીતિન પટેલના ગઢમાં વેચાય છે ખુલ્લે આમ પાણીના પાઉચ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સરકાર એક તરફ પ્લાસ્ટિકના પાઉચમાં પાણી વેચવા પર પ્રતિબંધ મૂકાયા નો દાવો કરી રહી છે ત્યારે બીજી બાજુ સરકારના આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે નીતિન પટેલના ગઢ એવા મહેસાણા જીલ્લામાં ખુલ્લેઆમ પાણીના પાઉચ વેચાઇ રહ્યા છે. જોકે ખુલ્લેઆમ વેચાતા પાણીના પાઉચ એ રૂપાણી સરકારના દાવાને પણ ખોટા સાબિત કરી મૂક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર થોડાક સમય પહેલા સરકાર દ્વારા પાણીના પાઉચ ઉપર અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનું નાટક કરાયું હતું. જોકે મહાનગરોમાં પ્લાસ્ટિક માં વેંચતા પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂકાયો છે. પરંતુ પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકાવાને કારણે આમ લોકો સરેઆમ લૂંટાઇ રહયા છે. અને સરકારને આમ જનતાની વેદનાની કોઈ જ પડી નથી એવું લાગી રહ્યું છે કારણ કે પાણી ના પાઉચ બંધ થવાથી લોકોને બે રૂપિયાના પાઉચ ને બદલે પાંચ રૂપિયાની પાણીની બોટલ ખરીદવી પડે છે.

મહેસાણામાં ખાસ કરીને ઊંઝા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં બેરોકટોક પાણીના પાઉચ વેચાઇ રહ્યા છે. એક પાઉચ ની કિંમત બે રૂપિયા જ્યારે પાંચ રૂપિયામાં ત્રણ પાઉચ વેચાય છે. આ ત્રણેય પાઉચનું પાણી એ પાંચ પાંચ રૂપિયા વાળી એટલે કે ૧૫ રૂપિયાની ત્રણ બોટલો બરાબર થાય છે અર્થાત પાંચ રૂપિયામાં જે પાણી મળી રહ્યું છે તે બોટલોમાં હવે પંદર રૂપિયામાં મેળવવું પડે છે. આ રીતે આમ જનતાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે પણ સરકારને માત્ર અને માત્ર પોતાનો જ સ્વાર્થ દેખાય છે જનતાનો નહીં.