Editorial Gujarat Religious News Trending

PM મોદીની શિવ ભક્તિની શ્રધ્ધા જેની સાથે જોડાયેલી છે એ વડનગરના હાટકેશ્વર મંદિરનું જાણો મહત્વ

શ્રાવણ માસ નિમિત્તે અહેવાલ : (ચંદ્રકાન્ત ડબગર દ્રારા,  વડનગર)

PM મોદી ના વતન વડનગરમાં હાટકેશ્વર દાદાના દર્શનનો અનોખો મહિમા

સુવર્ણ આધિપતિ એટલે હાટકેશ્વર દાદા
નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવતા છે હાટકેશ્વર મહાદેવ

સ્વયંભૂ શિવલિંગ છે આ મંદિરમાં
2000 થી વધુ વર્ષ પુરાણું મંદિર હોવાની માન્યતા

શ્રવણ માસમાં ખાસ દાદાના દર્શનનો મહિમા
બીલીપત્રો , દૂધ અને જળ અભિષેક કરવામાં આવે છે.

કમળ પૂજાનું પણ શ્રાવણ માસમાં ખૂબ મહત્વ
દૂર દૂર થી અહીં લોકો દર્શનાર્થે આવે છે

મંદિરની અદભુત કોતરણી દર્શનાર્થીઓનું મન મોહે છે

PM મોદી ના વડનગર મા આવેલા પૌરાણિક હાટકેશ્વર મહાદેવ શિવાલયમાં અનેક વાર નરેન્દ્ર મોદી પુજા કરી ચુક્યા છે.

 

મો.ન્યુ.ફો.નેટવર્ક, વડનગર : દેશ સંસ્કૃતિ અને પ્રકૃતિ પર આધારિત છે ત્યારે હાલમાં પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુધર્મમાં ભક્તિ પાઠ અને શિવ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે જેને લઈ શ્રદ્ધાળુઓની શિવાલયો પર મોટી સંખ્યા જોવા મળી રહી છે ત્યારે મહેસાણા સ્થિત આવેલા પીએમ મોદીના વતન વડનગર ખાતે આવેલ પૌરાણિક એવા હાટકેશ્વર દાદાના મંદિરે પણ દૂર દૂર થી દર્શનાર્થીઓ આવતા ભારે શિવ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે.

વડનગરમાં 2000 થી વધુ વર્ષ જુના હાટકેશ્વર દાદાના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ ની સ્થાપના થયેલી છે અને દાદા હટકેશ્વરને હાટક એટલે સોનુ કહેવાય એટલે કે સુવર્ણના આધિપતિ હાટકેશ્વર દાદા કહેવામાં આવે છે ખાસ શ્રાવણ માસમાં હાટકેશ્વર દાદાની ચૉપોરની પૂજા અર્ચના, પ્રસાદ, જળ અને દૂધ નો અભિષેક સહિત કમળ પૂજા કરી અહીં આવતા ભક્તો ભગવાન પર રહેલી દ્રઢ શ્રદ્ધા અને આસ્થા ની મીટ માંડે છે અને શ્રદ્ધાળુઓની મનોકામના હાટકેશ્વર દાદા પુરી કરે છે સાથે જ અહીં મેળામાં અનેક નાના ભૂલકાઓ અને મોટેરા લોકોને મોજ પડી જાય છે આમ વડનગરમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ધામમાં ભક્તિ અને મનોરંજનનો સંઘમ થાય છે.

મંદીર ના પૂજારી શૈલેષભાઇ પંડ્યા જણાવે છે કે પવિત્ર શ્રાવણ માસમાં મંદિરના પૂજારી દ્વારા ભગવાનને બીલીપત્ર , પુષ્પ , જળ અને દૂધ અભિષેક કરી ભષ્મ અને ચંદન થી સુશોભિત કરવામાં આવે છે સાથે જ ભગવાનને સુંદર આભૂષણો પહેરાવવામાં આવે છે જેને લઈ દર્શનાર્થીઓ દર્શન કરતા જ તેમના મન મોહી અને સંપૂર્ણ શ્રાવણ માસ માં હાટકેશ્વર મંદિર શિવજી અને હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠે છે.