Editorial National Politics Trending

PM મોદી અને Bjp અધ્યક્ષ અમિત શાહની ખેડુતો આ રીતે ઉડાવી રહ્યા છે મજાક

મો.ન્યુ.ફો.નેટવર્ક : દિખા સો લિખા :  સમય અગાઉ કર્ણાટક માં ચૂંટણીઓ યોજાઈ હતી,જેમાં ભાજપે ચૂંટણી જીતવા એડી ચોટી નું જોર લગાવ્યું હતુ.પણ ભાજ્પ સરકાર તો ના બનાવી શકી પણ PM મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે જ્યા ખૂબ પ્રચાર કર્યો હતો એ ચિકમગલુરુની પાંચેય વિધાનસભાની સીટ પર તાજેતરમાં જ થયેલી ચૂંટણીમાં બીજેપીને જીત મળી હતી.

પણ બીજી ઍક હકીકત એવી પણ બહાર આવી છે કે, કર્ણાટકના ચિકમગલુરુના તારિકેર તાલુકામાં વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અધ્યક્ષ અમિત શાહના કટઆઉટ્સનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા કટઆઉટ્સનો ઉપયોગ ખેડૂત હવે પાક ને પશુ-પક્ષીઓથી બચાવવા માટે કરી રહ્યાં છે.

ચિકમગલુરુ જિલ્લામાં પ્રચાર અને રેલીઓમાં મોદી અને શાહના અનેક કટઆઉટ્સ લગાવવામાં આવ્યાં હતાં.મીડિયા અહેવાલો મુજબ, હવે બે મહિના પછી આ કટઆઉટ્સનો ઉપયોગ પક્ષી અને જાનવરોને ભગાડવા માટે કરવામાં આવી રહ્યો છે.ગ્રામવાસીઓના જણાવ્યાનુસાર સારા વરસાદના કારણે અનેક ખેડૂત પક્ષીઓથી પાકને બચાવવા માટે નેતાઓના કટ આઉટ્સ લગાવી રહ્યાં છે. લોકોએ જણાવ્યું હતું કે અહિ અનેક પાર્ટીઓએ કટઆઉટ્સ લગાવ્યાં છે. જેને ખેતરોમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઇપણ નેતા અથવા પાર્ટીના કટઆઉટ્સ સામે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી.