National Politics

PM મોદી આતંકીઓને સમર્થન અને સેનાને ગાળો આપી રહ્યા છે, ભાજપના નેતાનું વિવાદિત નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : અનેક વખત સતત વિવાદોમાં રહેતા ગિરીરાજિ સિંહે મુઝ્ઝફરપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની કામગીરી સામે છે એક મોટું વિવાદિત નિવેદન આપ્યું હતું. ગિરીરાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આતંકીઓને સમર્થન કરવાની સાથે સાથે સેનાને ગાળો આપવાનો આક્ષેપ મૂકતાં ભાજપના નેતાઓ સ્તબ્ધ બની ગયા હતા. આ નિવેદનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

જોકે, લાગે છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીની જીભ લપસી ગઇ અને આ વિવાદિત નિવેદન બહાર આવ્યુ. આ વીડિયોમાં બીજેપીન વરિષ્ઠ નેતા ગિરીરાજ કહી રહ્યાં છે કે, આ આજથી નહીં જ્યારેથી મોદીની સરકાર બની છે, ત્યારથી મોદીજીએ આતંકીઓનું સમર્થન કર્યુ, સેનાને ગાળો આપી છે.પહેલા આખા દેશમાં વિસ્ફોટ થતો હતો, હવે કાશ્મીરના ત્રણ અને અઢી જિલ્લામાં ઘૂસાડી દીધા છે.

આવું પહેલીવાર નથી બન્યુ કે, બીજેપીના આ ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજે વિવાદિત નિવેદન આપ્યુ હોય. આ પહેલા ગિરીરાજે એક ચૂંટણી સભામાં મુસ્લિમોને ચેતાવણી આપી હતી કે, જો મુસ્લિમ સમાજને કબર માટે ત્રણ હાથ જગ્યા જોઇએ તો તેમને આ દેશમાં વંદે માતરમ ગાવવુ પડશે અને ભારત માતાની જય બોલવી પડશે.