Editorial Gujarat Lifestyle Personality Politics

ઈન્ટરવ્યુ/PM મોદીએ કાંડા પર બાંધેલી ઊંઘી ઘડિયાળનું ખોલ્યું રહસ્ય,જાણીને ચોકી જશો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બોલિવૂડના એક્ટર અક્ષય કુમારને ઇન્ટરવ્યૂ આપીને પોતાના જીવન વિશે સંકળાયેલી કેટલીક બાબતોને ઉજાગર કરી હતી. જોકે નરેન્દ્ર મોદીનું જીવન બાળપણથી જ રાષ્ટ્રપ્રેમ પ્રત્યે ઝનૂની હતું. મોર્નિંગ ન્યુઝ ફોક્સ દ્વારા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમના નજીકના પરિચયમાં હોય તેવા કેટલાક લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણ થી જ રાષ્ટ્રપ્રેમી હતા. નાનપણથી વાંચનનો શોખ ધરાવનાર નરેન્દ્ર ભણવામાં ભલે એટલા હોશિયાર ન હતા પરંતુ સામાન્ય જ્ઞાન માં ખૂબ જ પાવરધા હતા.

બચપણથી જ ગરીબીનો સામનો કરનાર નરેન્દ્ર નાનપણથી જ કંઈક અલગ માટીના ઘડાયેલા હોય તેવું લાગતું હતું. વડાપ્રધાન જ્યારે પોતાના ભાષણોમાં અવાર નવાર ગરીબી નો ઉલ્લેખ કરે છે ત્યારે આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એટલી બધી ગરીબી જોયેલી છે કે છેલ્લે તેમનું ઘર પણ તેમણે વેચી દીધું હતું પરંતુ જીવનમાં ક્યારેય એક પણ રૂપિયાની અનીતિ કરી હોય એવો એક પણ કિસ્સો આજ સુધી તેમના જાહેરજીવનમાંથી કદી પણ જોવા મળ્યો નથી. જ્યારે આજે મોટા ભાગના નેતાઓ ના સંતાનો તો ઠીક પણ સગા સંબંધીઓ પણ આલીશાન જિંદગી જીવતા હોય છે.

જોકે અક્ષય કુમારે ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક સવાલ પૂછ્યો હતો અને એ સવાલ તેમના હાથમાં રહેલી ઘડિયાળ વિશેનો હતો. જ્યારે અક્ષય કુમારે પૂછ્યું કે મોદીજી તમારા હાથમાં રહેલી ઘડિયાળ ને તમે ઉંધી કેમ રાખો છો? ત્યારે મોદીજી એ જવાબ આપ્યો તે ખૂબ જ પ્રશંસનીય છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ઘડિયાળ સીધી હોય અને આપણે વારંવાર સમય જોતા હોઇએ ત્યારે સામે બેસેલ વ્યક્તિને કદાચ પસંદ ન પણ આવે. જેથી ઉંધી ઘડિયાળ હોય ત્યારે સ્વાભાવિક છે કે વાતચીત કરતાં કરતાં પણ કોઈને ખબર ન પડે તે રીતે સમય જોઈ લેવાય છે અને સમયસર કાર્યને પાર પાડી શકાય છે.

જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓએ પ્રધાનમંત્રી મોદી અને અક્ષય કુમારના આ ઇન્ટરવ્યૂ ને માત્ર ને માત્ર એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા નો પ્લાન બતાવ્યો છે. પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસમાં પ્રધાનમંત્રી મોદી જેવા બેદાગ અને જનતાની જરૂરિયાતો અને જનતાની સમસ્યાઓને સમજનાર નેતાઓનો સંપૂર્ણ અભાવ છે. તાજેતરમાં યોજાઈ રહેલી આ લોકસભાની ચૂંટણીમાં જોકે મોદી પ્રત્યે લોકોમાં એક ઉત્સાહ છે અને દેશના યુવાનો ઈચ્છી રહ્યા છે કે 2019માં પણ નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી બનવા જોઈએ ત્યારે અંદરથી ખોખલાઇ ગયેલી કોંગ્રેસ હવે ના હોય તેવા વાહિયાત કારણો આગળ ધરી રહી છે.