Editorial National Politics

સોશ્યલ મીડિયામાં PM મોદી ની ખુલી ગઇ પોલ : જાણી ને તમને પણ નવાઈ લાગશે !

 

મો.ન્યુ.ફો.નેટવર્ક : ટ્વિટર પર ફેક ન્યૂઝ અને ખોટી સૂચનાઓના પ્રસારને રોકવા માટે મોટી સંખ્યમાં ફેક એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં ટ્વિટર પાછલા કેટલાક મહિનાઓમાં 10 લાખથી વધારે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.મળતી માહીતી મુજબ રોજના લગભગ 50 હજાર સ્પામ એકાઉન્ટ બ્લોક કરાઈ રહ્યા છે. જેને લઇને PM મોદી, રાહુલ ગાંધી ઉપરાંત સુષ્મા સ્વરાજ ના ફોલોઅર્સ માં જોરદાર ઘટાડો નોંધાયો છે,જેમાં મોદી સૌથી વધું ફેક ફોલોઅર્સ ધરાવનાર હોવાનું બહાર આવ્યુ છે.

PM મોદી સિવાય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પણ ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં એકાએક ઘટાડો થઇ ગયો છે. પ્રધાનમંત્રી મોદીનાં ટ્વિટર એકાઉન્ટથી લઇને શુક્રવારનાં રોજ લગભગ 3 લાખ ફોલોઅર્સ ઓછાં થઇ ગયાં છે. જ્યારે રાહુલ ગાંધીએ 17 હજાર ફોલોઅર્સ ઘટયા છે. વર્તમાન સમયમાં મોદીનાં ફોલોઅર્સની સંખ્યા 43.4 મિલિયન (4 કરોડ 34 લાખ)થી ઘટીને 43.1 મિલિયન (4 કરોડ 31 લાખ) થઇ ગયાં છે.

ટ્વિટર પર ફોલોઅર્સનાં ઉતાર ચઢાવ પર નજર રાખવાવાળી વેબસાઇટ SocialBlade.com ને લઇ નરેન્દ્ર મોદીનાં 2,84,746 ફોલોઅર્સ ઘટી ગયાં છે. ત્યાં જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનાં અંદાજે 74 હજાર ફોલોઅર્સ પણ ઘટી ગયાં છે અને અરવિંદ કેજરીવાલનાં 92 હજાર ફોલોઅર્સ પણ ઓછાં થઇ ગયાં છે.