Editorial Gujarat National Politics

PM મોદીએ ઉત્તર પ્રદેશમાં CM રૂપાણીના હોમ ટાઉન રાજકોટના ક્યા પ્રોજેક્ટના ભરપૂર વખાણ કર્યા ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : તાજેતરમાં PM મોદી એ  ઉતરપ્રદેશનાં લખનઉમાં એકવાર પુનઃ ગુજરાતના રાજકોટ શહેરના આઇ-વે પ્રોજેકટની પ્રશંસા કરી હતી. UP માં વિવિધ પ્રોજેકટના ઉદઘાટન કાર્યક્રમમાં PM મોદી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મોદીએ રાજકોટના આઇ-વે પ્રોજેકટની પ્રશંસા કરતા જણાવેલ કે આ પ્રોજેક્ટને લઇ શહેરમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે. પણ હકીકત એ પણ સ્વીકારવી રહી કે CM ઋપણીનુ રાજકોટ દિવસે દિવસે ક્રાઇમ સીટી બનતું જાય છે,હા એ વાત માની શકાય કે આઇ-વે પ્રોજેકટ થી ક્રાઇમ નો ભેદ ઉકેલવામાં સરળતા પડે.

PM મોદીએ જણા વેલ કે, મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇન પર કામ કરતા આ પ્રોજેક્ટથી શહેરની સલામતિમાં વધારો થયો છે.શહેરમાં ગંદકી ફેલાતી ઓછી થઇ છે. આ પ્રોજેક્ટથી શહેરની ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,રાજકોટ મહાનગર પાલિકા તથા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા શહેરને સેઇફ અને સિક્યોર બનાવવા કાર્યરત કરેલા ‘રાજકોટ આઇ-વે પ્રોજેકટ’ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અગાઉ પ્રાપ્ત થયું છે. નેશનલ લેવલે વિજેતા બનેલા રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં આશરે 475 જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા. તેના મોનિટરીંગ ઓપરેશન માટે વિશાળ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારબાદ બીજા તબક્કામાં પણ એટલી જ સંખ્યામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઇ રહ્યા છે અને આ કામગીરી ટૂક સમયમાં જ પૂર્ણ થઇ જશે.

મોદીએ પોતાના ભાષણમાં જણાવેલ કે, રાજકોટમાં ચોરી, લૂંટ હત્યા જેવી બનતી ઘટનાઓને ઉકેલવા માટે આઇ-વે પ્રોજેકટ આશીર્વાદ રૂપ બન્યો છે. શહેરના મુખ્યમાર્ગો પર લાગેલા કેમેરાની મદદથી ગુનેગારો સુધી પહોંચવા પોલીસને સરળતા રહે છે. આ સિવાય પણ ઇ-ચલણને લઇ ટ્રાફિક વ્યવસ્થા પર અસર આવતી દેખાય છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલક કેમેરામાં કેદ થઇ જાય છે જેને લઇ ને જાગૃતિ આવી છે.