Editorial Politics

પાકિસ્તાનમાં વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહેલ ઇમરાનખાનને PM મોદીએ શુ ભેટ મોકલી? જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાકિસ્તાન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. અને 18 ઓગસ્ટે ઇમરાન ખાન નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યો છે ત્યારે PM મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પુત્રને બેટ ગિફ્ટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ બેટ હાઈકમિશનર અજય બસારિયા દ્વારા પાકિસ્તાન મોકલાવી છે.

બેટ સાથે પીએમ મોદીએ ઇમરાન ખાનને એક સંદેશ પણ મોકલ્યો છે.PM મોદી તરફથી જે બેટ મોકલવામાં આવેલી છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે. હાઈકમિશનરે ઇમરાન ખાન સાથે અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સાથે ભારત-પાકના સંબંધોમાં સુધારવા પણ જોર આપ્યું હતું.

જો કે,પાકિસ્તાનની ચૂંટણી બાદ ઇમરાન ખાનને PM મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમને અભિનંદન આપતા લોકતંત્રની મજબુતીને લઈને આશા વ્યક્ત કરી હતી. સાથે તેઓએ શાંતિ અને વિકાસની આશા પણ વ્યક્ત કરી હતી.જો કે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન ઇમરાન ખાન સતત ભારત અને ખાસ કરીને PM મોદી પર નિશાન તાકતા નજર આવ્યા હતા. ભારતમાં રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે ઇમરાન ખાનના શાસનકાળમાં પણ સંબંધો સુધરવાની આશા ઓછી છે. જેનું મોટું કારણ છે કે ઇમરાન ખાન અને પાકિસ્તાનની સેના વચ્ચે નજીકના સંબંધો છે.