Editorial Gujarat National Politics

PM મોદી એકવાર પુનઃ વડનગર ના રેલ્વે સ્ટેશન પર ચા વેંચતા જોવા મળશે ! સમગ્ર ઘટના જાણી ચોકી જશો.

મો.ન્યુ.ફો.નેટવર્ક :   2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આ વખતે પણ બ્રાંડ મોદીના ભરોસે જ જીતનો દાવો કરી રહી છે.કારણ કે મોદીની લોક પ્રિયતા હજુ પણ અકબંધ જ છે,ત્યારે PM મોદીને વધુ લોકપ્રિય કરવાના નવા-નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ અંતર્ગત જ PM મોદીના જીવન સાથે જોડાયેલી ઓછામાં ઓછી 3 ફિલ્મો રિલીઝ કરવામાં આવશે. જે પૈકીની પ્રથમ ફિલ્મ ‘ચલો જીતે હૈ’ 29 જુલાઈએ મોટા પાયે રિલીઝ થશે.

અંદાજે 35 મિનિટની આ ફિલ્મને ઈંટરનેટ પર રિલીઝ કરવા ઉપરાંત ચેનલો પર પણ બતાડવામાં આવશે. દેશના ગામડાંઓમાં પણ આ ફિલ્મ બતાવવાની યોજના છે. ફિલ્મમાં PM મોદીના બાળપણની વાતો દર્શાવવામાં આવી છે.ચા વેચવાથી લઈને તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા ક્યાંથી મળી તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં બાળકના પાત્રનું નામ ‘નારુ’ છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના એ જ રેલવે સ્ટેશન પર થયું છે જ્યાં PM મોદી બાળપણમાં ચા વેચતા હતા. અત્રે નોંધનીય છે કે PM મોદી ગુજરાતના વડનગર સ્ટેશન પર બાળપણ માં ચા વેંચતા હતા.

જો કે,આ ફિલ્મને મંગેશ હડાવલેએ બનાવી છે. પણ હડાવલેએ આ ફિલ્મને રાજનીતિક નથી માનતા. જો કે ભાજપ આ ફિલ્મના પ્રચારમાં જોડાઈ છે. મંગળવારે આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવ્યું હતું. સૂત્રોની માહિતી પ્રમાણે, ચૂંટણી પહેલા આ પ્રકારની બીજી બે ફિલ્મો આવી શકે છે.