Editorial International News National Politics

PM મોદીને આ કારણોથી ઇમરાનખાને વડાપ્રધાન પદ શપથ સમારોહમાં ના આપ્યું આમંત્રણ,જે જાણીને ચોકી જશો.

મો.ન્યુ.ફો.નેટવર્ક. : ભૂત પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના 65 વર્ષના નેતા ઇમરાન ખાન 11 ઓગસ્ટના રોજ શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. તેમનો આ શપથ સમારોહ ખૂબ જ સાદગીપૂર્વક યોજવા ના સંકેતો મળી રહયા છે,ત્યારે તેમણે તેમનાં ખાસ અંગત મિત્રો અને સંબંધીઓ ને જ આમંત્રણ આપ્યું છે.જો કે થોડો સમય પહેલા એવી ચર્ચા ચાલતી હતી કે ભારતના વડાપ્રધાન મોદી ને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાશે પણ  ભારતમાંથી પૂર્વ ક્રિકેટ ખેલાડી સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધૂ સાથે બોલિવૂડ એક્ટ્રેસ આમિર ખાનને જ માત્ર આમંત્રણ આપવામાં આવ્યું છે.જ્યારે PM મોદી, જિનપીન્ગ સહીત કોઈને આમંત્રણ અપાયું નથી.

ઍક પ્રસિધ્ધ અખબાર ના અહેવાલ મુજબ
તેમની પાર્ટી પહેલા શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને કપિલ દેવ, સુનિલ ગાવસ્કર તથા નવજોધ સિંહ સિદ્ધુ જેવી હસ્તીઓને આમંત્રિત કરવાની યોજના બનાવી હતી,પણ મોટા ખર્ચાવાળા સમારોહ ને બદલે સાદગી થી શપથ લેવાનો નિર્ણય કરાયો હોવાથી મોદી જેવા દીગજ્જોને આમંત્રિત કરાયા નથી.

PTI પ્રવક્તા ફવાદ ચૌધરીના જણાવ્યા મુજબ “PTI ચેરમેન સાદગીથી શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેઓ એવાન-એ-સદર (રાષ્ટ્રપતિ આવાસ)માં સાદો સમારોહ યોજીને શપથ ગ્રહણ કરશે.” તેમણે જણાવ્યું કે, “તેઓએ એ નિર્ણય કર્યો છે કે સમારોહમાં કોઈ વિદેશી નેતાને આમંત્રિત કરવામાં નહીં આવે. આ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીય સમારોહ હશે. માત્ર ઈમરાન ખાન કેટલાક નજીકના મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સમારોહમાં ખોટા ખર્ચા નહીં કરાય.”

આ ઉપરાંત વધુમાં ચૌધરીએ એમ પણ જણાવ્યું કે, “રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈન ખાન પદના શપથ લેવડાવશે.” ચૂંટણીમાં PTIની જીત બાદ ખાને કરદાતાઓના રુપિયા બચાવવા માટે કડક પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ વડાપ્રધાન આવાસમાં રહેવા નહીં જાય અને જગ્યાના ભવિષ્ય અંગે પાર્ટી અંતિમ નિર્ણય લેશે.