Gujarat National Personality Politics Religious News Trending

PM નરેન્દ્ર મોદી માત્ર લીંબુ-પાણી પી ને જ કરશે ચૂંટણી પ્રચાર, જાણો રસપ્રદ કારણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સૌ કોઈ જાણે છે કે PM મોદી ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ અને પૂજાપાઠ કરે છે.છેલ્લા 40 વર્ષથી પ્રધાનમંત્રી મોદીએ નવરાત્રિના નવે નવ દિવસ ઉપવાસ કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. ચૂંટણી હોય કે GST લાગુ કરવા જેવી મહત્વની કોઈપણ ઘટના કેમ ન હોય પીએમ નવરાત્રિમાં ઉપવાસ કરવાનું ચૂક્યા નથી. આ વર્ષે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિ ચાલશે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રારંભ 11 એપ્રિલે થશે. ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી ઉનાળાની કાળઝાળ ગરમીમાં દેશભરમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. આ દરમિયાન પીએમ મોદીને નવરાત્રિના ઉપવાસ હોવાથી તેઓ માત્ર પાણી કે લીંબુ પાણી જ પીશે.

2014માં નરેંદ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત અમેરિકાના પ્રવાસે ગયા. એ વખતે વ્હાઈટ હાઉસમાં ભારતના પ્રધાનમંત્રી મોદી માટે ભવ્ય ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ એકપણ વસ્તુ અડ્યા નહોતા. અમેરિકન મીડિયા પણ આશ્ચર્યમાં હતું કે, ભારતના પ્રધાનમંત્રી માટે જાતભાતની વાનગીઓ તૈયાર કરવામાં આવી તેમ છતાં તેમણે કંઈ જ ખાધું નહીં કારણકે તેમને નવરાત્રિનો ઉપવાસ હતો. મોદી છેલ્લે ડિસેમ્બર 2017માં અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. એ વખતે તેઓ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં હતા. તેમણે અહીં મા અંબાની આરતી પણ ઉતારી હતી.”

અત્રે ઉલ્લેખનીય છે કે,ઘણા લોકો ઉપવાસ દરમિયાન દૂધ, ફળો કે અન્ય ફરાળી વાનગીઓ આરોગતા હોય છે પરંતુ તે મોદી માત્ર લીંબુ પાણી પીને ઉપવાસ કરે છે.” પીએમ મોદીના નજીકના લોકોના મતે, તેઓ કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત અને ભાજપના સૌથી વ્યસ્ત પ્રચારક હોવા છતાં ઘરની બહાર એક રાત પણ નથી વિતાવતાં જેથી વહેલી સવારની પૂજા અને ધ્યાન કરી શકાય.2012માં પીએમ મોદીએ 2012માં તેમના બ્લોગમાં લખ્યું હતું કે, “છેલ્લા કેટલાય વર્ષોથી કરેલા ઉપવાસ મારી શક્તિ, ક્ષમતા અને પ્રેરણાનો સ્ત્રોત છે.” પીએમ મોદીએ માતાજીના ગરબા પણ લખ્યા છે, જે સામાન્ય રીતે નવરાત્રિ વખતે પ્રસ્તુત થાય છે. તેમણે લખેલા ગરબા પૈકીના એક ‘ગાય તેનો ગરબો’ પર અમદાવાદની એક સ્કૂલની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીઓએ પર્ફોર્મંસ આપ્યું હતું.