Gujarat

સોશ્યલ મીડિયા દ્રારા પોલીસ કોન્સ્ટેબલે મીડિયાને આપી ધમકી : ‘સરકાર ગમે તે હોય, ધોકા અમારા જ ખાવા પડશે’

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકાર ઉપર હુમલો કર્યા બાદ પણ પોલીસ લાજવાને બદલે ગાજે રહી છે. નેતાઓ, ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓના ઘૂંટણીયે પડતી ગુજરાતની લાચાર પોલીસ લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા સામે  ખુલીને દાદાગીરી કરવા લાગી છે. જૂનાગઢમાં પોલીસ મીડિયાકર્મીઓ સાથે આટલું ખરાબ વર્તન કર્યું હોવા છતાં તેમને તેમની ભૂલ જણાતી નથી. આજે જ્યારે રાજ્યભરમાં પોલીસને ગુંડા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે જૂનાગઢનો એક તુચ્છ પોલીસ કોન્સ્ટેબલે મીડિયાને ધમકી આપતી પોસ્ટ ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. મામૂલી પોલીસ કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા મારફતે મીડિયાને ધમકી આપી છે.

હાલ વડોદરામાં પોતાની ફરજ બજાવી રહેલ જૂનાગઢના એક હલકી માનસિકતા ધરાવનાર પોલીસ કોન્સ્ટેબલ G.B પરમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મીડિયાને ખુલ્લી ધમકી આપી છે. તેને મીડિયાને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું કે, આ કોન્સ્ટેબલે જાતે કબલ્યૂ છે કે, ધોકા મારવા માટે જ પોલીસમાં હું જોડાયો છું. જૂનાગઢના G.B પરમારનું આ નિવેદન લુખ્ખાઓ કરતાં પણ ખરાબ છે. હાલ સોશિયલ મીડિયામાં તેની ધમકીના પગલે લોકો તેને ધિક્કારી રહ્યા છે.

G.B પરમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું છે કે, હું જૂનાગઢ નો જ છું ને હું ત્યાં હાજર નહોતો બાકી ખબર પડત કે ઓન ડ્યૂટીમાં ખાખીને ધક્કો મારવાથી શું શું ખાવું પડે. આ પોલીસ કોન્સ્ટેબલે ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, રાજ્યમાં સરકાર ગમે એની થાય ધોકા તો અમારા જ પડવાના.’ વધુમાં આ કોન્સ્ટેબલે લખ્યું છે કે, ‘આટા વિનાની કપલીઓએ ગુજરાત પોલીસથી ખાસ ધ્યાન રાખવું.’ જીબી પરમારે લખ્યું છે કે, ‘કોઇ કેમેરો તોડવાની કોશિશ નથી કરતું.. જરા જુવો.. એ પોલીસ ઓફિસર એના બાપની ઉંમરનો છે…એને ધક્કો માર્યો… હું ત્યાં હાજર હોત ને તો આ કેમેરોને એની સિસ્ટમને અને એ સિસ્ટમ વારો આ ત્રણેયને ખબર પડી જાત કે શું થાય..’

About the author

Editor