Editorial Gujarat Politics

ભાજ્પના આ બે નેતાઓ હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં જોડવાના અહેવાલોથી સર્જાયો રાજકીય ભૂકંપ

મો.ન્યુ.ફો.નેટવર્ક : અનામત અને ખેડુતો ને થતા અન્યાય ને લઇને સરકાર સામે બાથ ભિડવા માટે હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલ ખાતે ઉપવાસ આંદોલન પર બેસનાર છે. ત્યારે ઍક સમયના હાર્દિક ના નજીક ના સાથી મનાતા અને હાર્દિક થી છેડો ફાડી ભાજપમાં જોડાયેલાં વરુણ પટેલ, રેશ્મા પટેલ અને ચિરાગ પટેલ સહિતના પૂર્વ પાસ કન્વીનરોએ પણ ફરી એકવાર સમાજ હિત મુદ્દે હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં બેસવાના મીડિયા અહેવાલોને લઇ ભારે રાજકીય ગરમાવો ફેલાયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ,હાર્દિકના ઉપવાસ આંદોલન મુદ્દે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, હું કોઈપણ રાજકીય પક્ષમાં હોઉં પણ એ પહેલાં એક પાટીદાર છું. પાટીદાર સમાજના હિતમાં અનામતની માંગ સાથે આજે પણ હું સરકાર સામે લડવા તૈયાર છું. ચિરાગ પટેલે જણાવ્યું કે, હાર્દિક સમાજના હિતમાં અનામત માટેની ફોર્મ્યુલા આપશે અને અગાઉની જેમ સમાજ સાથે કોઈ કપટ નહીં કરે તો હું જોડાઈશ. વરુણ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના હિત માટે હાર્દિક હોય કે કોઈપણ હોય હું દરેકની સાથે જોડાવા તૈયાર છું.જો કે વહેતા થયેલા આ અહેવાલો માં કેટલું તથ્ય છે એ તો સમય જ બતાવશે.

જો કે આ બાબતે ભાજ્પ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી, પણ એ હકીકત છે કે સમય અગાઉ ભાજપમાં જોડાયેલ રેશ્મા અને વરુણ ને ભાજપે ચાલાકી પૂર્વક સાઈડ લાઇન કર્યા હતાં,ઍક મીડિયા પ્રવકતા થી વિશેષ બીજી કોઈ જવાબદારી ભાજપે સોંપી ના હોઇ ક્યાંક આ બંને પાટીદાર નેતાઓ માં કદાચ નારાજગી હોઇ શકે છે.હવે એ જોવું રહ્યુ કે આગામી સમયમાં આ ઘટનાને લઇ શુ રાજકીય ભૂકંપ સર્જાઈ શકે છે.