Editorial National Politics

2019 ની લોકસભાની ચૂંટણી જીતવા PM મોદી આ મુદ્દા ને બનાવશે રાજકીય હથિયાર

મો.ન્યુ.ફો.નેટવર્ક :  2019 ની લોકસભા ચૂંટણી ના પડઘમ વાગી રહયા છે,ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીના મૂડમાં આવી ગયા છે. ત્યારે કેન્દ્રમાં એકવાર પુનઃ ભાજ્પ ની સરકાર બનાવવા માટે PM મોદીએ  જનતા સાથે સીધો સંવાદ કરવાની જવાબદારી પોતે ઉપાડી લીધી છે. આગામી કેટલાક મહિનાઓમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ખૂબ વ્યસ્ત રહશે. આ દરમિયાન વડાપ્રધાન ઑક્ટોબર સુધી દેશના લગભગ તમામ રાજ્યોનો પ્રવાસ કરશે.

મળતી માહીતી મુજબ PM મોદી રાજ્યોના પ્રવાસ દરમિયાન તે સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે એટલું જ નહીં પોતાના પ્રવાસ દરમિયાન પીએમ તે રાજ્યોમાં કોઈને કોઈ પ્રોજેક્ટની શરૂઆત અથવા ઉદઘાટન તો કરશે જ, મોટી રેલી પણ કરશે જેમાં તે પોતાની સરકારના કામકાજ વિશે જણાવશે.

ભાજપ વડાપ્રધાનના દેશભ્રમણના બહાને 2019ની સામાન્ય ચૂંટણીની બરાબર પહેલા સકારાત્મક માહોલ બનવાની આશા કરી રહી છે. આ મહિને પીએમ અત્યાર સુધી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ્રવાસ કરી ચૂક્યા છે અને આગામી થોડા દિવસોમાં પંજાબ, ગુજરાત અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પણ કરવાના છે.

સરકારે દાવો કર્યો છે કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં તે જનતા વચ્ચે છેલ્લા ચાર વર્ષ દરમિયાન ચલાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓના દમ પર ચૂંટણી લડશે. આ અંતર્ગત જ તે લાભાર્થીઓની વાત દેશ સામે લાવીને લોકો પાસે વોટ માગશે. 7 જુલાઈએ આવા કાર્યક્રમ અંતર્ગત જ મોદી લોકોને મળ્યા હતા.