પૂર્વ CM આનંદીબેન પટેલે કરી પોસ્ટ : સરદાર પટેલની જન્મ જયંતિની સાથે સાથે ભારતનાં પ્રથમ ‘આયર્ન લેડી’ની આજે પુણ્યતિથી પણ છે

0
2096

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી છે ત્યારે સમગ્ર દેશભરમાંથી સરદાર પટેલ ની જન્મ જયંતી નિમિત્તે સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે ત્યારે કદાચ એ વાત પણ ન ભૂલવી જોઈએ કે આજે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી રહી ચૂકેલા ‘આયર્ન લેડી’ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. ત્યારે ભાજપના ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં સ્વ ઇન્દિરા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

જોકે સોશિયલ મીડિયામાં વિવિધ નેતાઓના એકાઉન્ટ ચેક કરતાં જોવા મળ્યું હતું કે ભાજપના નેતાઓ ના અકાઉન્ટ પર સરદાર પટેલ ની જન્મ જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવેલી જોવા મળી છે પરંતુ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી ઉપર શ્રદ્ધાંજલિ પાઠવનારા ભાજપના પ્રથમ નેતા કદાચ આનંદીબેન પટેલ જ હશે !આનંદીબેન પટેલ હંમેશા મહિલા સન્માનની સતત તરફેણમાં રહ્યા છે. મહિલાઓને સન્માન મળે એ માટે તેઓ પ્રયત્નશીલ રહ્યા છે.

ભાજપ-કોંગ્રેસની રાજનીતિથી ઉપર ઉઠીને મહિલા સન્માન માટે સતત પ્રયત્નશીલ રહેતા આનંદીબેન પટેલે ઇન્દિરા ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવીને મહિલાઓ માટેના તેમના પ્રેમને તેમણે વ્યક્ત કર્યો છે એમ કહેવું પણ જરાય ઉચિત નથી. આનંદીબેન પટેલે મહિલાઓ માટે ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન એટલી બધી યોજનાઓ અને એવા કડક કાયદાઓ અમલી બનાવ્યા છે કે જેથી આજે ગુજરાતની મહિલાઓ સલામતીનો અનુભવ કરી રહી છે. જોકે ભાજપના જ કેટલાક નેતાઓએ ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સાઇડલાઇન કરવાનું ષડયંત્ર રચ્યું હતું પરંતુ આનંદીબેન પટેલ ની રાજકીય કોઠાસૂઝથી તેઓ રાજકારણમાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને રાજકારણમાં હંમેશા તેમનો હાથ ઉપર રહ્યો છે.