Editorial National Personality Politics

PM મોદીએ બોર્ડ ના ટૉપર ને સોશ્યલ મીડિયા દ્રારા શુભેચ્છા પાઠવવામાં કઈ સૌથી મોટી ભુલ કરી ? જાણો

 

મો.ન્યુ.ફો.નેટવ : ISC બોર્ડમાં 99.5 ટકા માર્ક્સ સાથે ઉત્તરપ્રદેશમાં રહેતા બારમાં ધોરણનાં વિદ્યાર્થી સાક્ષી પ્રદ્યુમ્ને દેશમાં  પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેણે ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, કોમ્પ્યૂટર સાયન્સમાં 100 માર્ક્સ, હિન્દી અને અંગ્રેજીમાં 98 માર્ક્સ મેળવ્યા છે. આ અચિવમેન્ટ માટે પ્રદ્યુમ્ને PM મોદીને થેંક્યૂ લેટર મોકલ્યો હતો જે લેટર PM મોદીએ તેમના ટ્વીટર હેન્ડલથી  ટ્વીટ કરી તેમણે ISC ટોપર સાક્ષી પ્રદ્યુમ્નને શુભકામનાઓ પાઠવી છે.

ટોપર તરફથી મોકલવામાં આવેલા થેંક્યૂ લેટરને ટ્વીટર હેન્ડલ પર કેપ્શન સાથે પોસ્ટ કરવામાં PM મોદીથી એક ભૂલ થઈ ગઈ છે. તેમણે પ્રદ્યુમ્નના થેંક્યૂ લેટર સાથે તેમાં લખેલો તેનો પર્સનલ મોબાઈલ નંબર પણ ટ્વીટર પર શેયર કરી દીધો છે.

પ્રદ્યુમ્નના લેટર સાથે તેનો નંબર શેયર થઈ જવાથી તેના નંબર પર શુભકામના પાઠવવા માટે લાખો લોકોના મેસેજ અને કોલ આવી શકે છે. સાથે જ પ્રાઈવેટ બેન્કના ક્રેડિટ કાર્ડવાળાઓ પણ તેને ફોન કરી શકે છે. આ રીતે તેનો નંબર સોશિઅલ મીડિયા પર શેયર થઈ જવાથી તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેને આ નંબર બંધ કરવો પડી શકે છે.

આ લેટરમાં સાક્ષીએ લખ્યું હતું કે, પીએમ મોદીએ લખેલી ‘એક્ઝામ વોરિયર્સ’ નામની બુક બહુ મદદગાર સાબિત થઈ હોવાનું સાક્ષીએ લેટર માં જણાવ્યું છે અને તેણે બોર્ડમાં ટોપ કરવા માટે પુસ્તકને શ્રેય આપ્યું હતું.