Editorial Gujarat Politics

PM મોદીના વતન વડનગરની વિરાસતને દિલ્હી જતી અટકાવવા કૉંગ્રેસનાં મહિલા ધારાસભ્ય મેદાને પડ્યાં

મો.ન્યુ.ફો.નેટવર્ક : PM મોદી ના માદરે વતન વડનગરમાં છેલ્લાં પંદર વર્ષ થી ખોદકામ કરી ને પુરાતત્વ વિભાગે અનેક પુરાણા અવશેષો બહાર કાઢયા છે.જેમા અનેક ઐતિહાસિક અવશેષો મળ્યા છે જેને વડનગર ની યશ કલગી માં વધારો કર્યો છે.ત્યારે વડનગર માંથી મળેલા આ અવશેષો ને હવે દિલ્હી લઈ જવાની પુરાતત્વ વિભાગ દ્રારા હિલ ચાલ ચાલી રહી છે,જેને રોકવા માટે ઊંઝા કૉંગ્રેસ ના મહિલા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ મેદાને પડયા છે.તેમણે આ અંગે CM વિજય રૂપાણી ને પણ પત્ર લખી જાણ કરી છે.

આશાબેન પટેલે મોર્નિંગ ન્યુઝ ફોક્સ સાથેની એક્સકલુંસીવ વાતચીત માં જણાવ્યું હતુ કે, જો આ પ્રાચિન અવશેષો દિલ્હી લઈ જવામાં આવશે તો પછી વડનગરમાં કરોડો ના ખર્ચે મ્યુઝીયમ બની રહ્યુ છે,તેનો શો અર્થ ? અહી લોકો દુર દુર થી વડનગરના ઇતિહાસ ને જાણવા અને એના અભ્યાસ અર્થે આવે છે,ત્યારે વડનગર ની આ ઐતિહાસિક વિરાસત ને ખસેડવામાં ના આવે.આ માટે તેમણે PM મોદી ને પણ પત્ર લખી જાણ કરી છે.

બીજી બાજુ વડનગર વાસિઓમા આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.વિવિધ ઇતિહાસ પ્રેમીઓ આ મુદ્દે વિરોધ નોંધાવી રહયા છે,કે વડનગર ની વિરાસત એ વડનગર ની આગવી ઓળખ છે,તો એને અમે કેવી રીતે દિલ્હી લઈ જવા દઈએ,આ મુદ્દે વડનગર વાસીઓ આકરા પાણીએ છે,તો બીજી બાજુ ધારાસભ્ય આશાબેન પટેલ પણ કોઈ પણ ભોગે આ અવશેષો ને દિલ્હી લઈ જતા અટકાવવા મેદાને પડ્યા છે,ત્યારે આવનાર સમય માં આ મુદ્દો વધું ઉગ્ર ન બને તે જોવું રહ્યુ !