Editorial Gujarat National Politics

દેશને ડિજિટલ બનાવવાની વાતો કરતા PM મોદીને વતન વડનગરથી મોટો ઝટકો, કૉંગ્રેસના નગર સેવકે ઉઠાવ્યા સવાલ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ઍક બાજુ PM મોદી પોતાના ભાષણો મા ડિજિટલ ઈન્ડિયા ની વાતો કરે છે,તો બીજી બાજુ મોદી ના વતન વડનગર થી ડિજિટલ ઈન્ડિયા ને લઇ ને PM મોદી માટે આઘાત જનક સમાચારો આવ્યા છે,કારણ કે દેશ ને ડિજિટલ બનાવવા નીકળેલા PM મોદી નું વતન જ હજુ સંપુર્ણ ડિજિટલ બન્યુ નથી ,ત્યારે કૉંગ્રેસ ના વડનગર પાલિકા ના નગર સેવક ગિરીશભાઈ પટેલે પાલિકા ને પત્ર લખી જરુરી પગલાં ભરવા સુચન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વડનગર એ ઍક ઐતિહાસિક નગર છે,જેનો ઇતિહાસ તાના રીરી, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ સાથે જોડાયેલો છે.એટલું જ નહીં બલકે દેશ ના વડા પ્રધાન મોદી પણ વડનગર ના છે,ત્યારે સ્વાભાવિક છે કે લોકો મા આ નગર ને જોવા ની, જાણવાની ઉત્કંઠના હોય.જેથી અહિ અનેક મુલાકાતીઓ સતત આવતાં રહે છે.પરંતું મોદી ના ગુજરાત માંથી દિલ્હીગમન બાદ આ નગર નો વિકાસ ધીમો પડ્યો છે.

આજે અનેક શહેરો ત્રીજી આંખ ગણાતા CCTV થી સજ્જ બની રહયા છે,ત્યારે વડનગર ને આ સુવિધા ક્યારે મળશે એવો સવાલ વડનગર કૉંગ્રેસ ના નગર સેવક ગીરીશભાઈ પટેલે ઉઠાવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે વડનગર પાલિકામાં હાલ ભાજ્પ નું શાસન છે,તો પણ આ ઐતિહાસિક શહેર ના વિકાસમાં કોની પરવાનગી ની રાહ જોવાઇ રહી છે ?

વડનગર ઐતિહાસિક શહેર હોઇ અહી મુલાકાતીઓ સતત આવતા રહે છે ત્યારે કોઈ અનીચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય તેં માટે પણ CCTV કેમેરા સમગ્ર શહેરમાં લગાવવા જરુરી છે.અન્ય ઐતિહાસિક શહેરો ને વિકસાવવા ની જાહેરાતો PM મોદી કરતા રહે છે,ત્યારે વડનગર ને આધુનિક ટેક્નોલોજી થી સુસજ્જ કરવા માંગ ઉઠી છે.