રાજ્ય સરકારનો આદેશ છતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની દરકાર કર્યા વિના ખાનગી રાહે ધમધમતા ટ્યુશન કલાસીસો ?

0
796

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કેન્દ્ર સરકાર કોરોનાના સંક્રમણમાં આગામી અઢી મહિના મહત્વના હોવાનું જણાવી રહી છે. રાજ્ય સરકાર પણ ડિસેમ્બર સુધી શાળા કોલેજ ખોલવાના સમર્થનમાં ન હોવાનું શિક્ષણવિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ખાનગી રાહે ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે.

હવે ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકો અને શિક્ષકોએ ટ્યુશન કરાવવાની પદ્ધતિ બદલી શિક્ષણ વિભાગની આંખોમાં ધૂળ નાખી રહ્યા હોય તેમ સોસાયટી વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં મકાન ભાડે લઇ કે પછી વિદ્યાર્થીઓના ઘરે ટ્યુશન ક્લાસ શરુ કરી દીધા છે જેમાં વિદ્યાર્થીઓના વાલીઓની અતિમહત્વકાંક્ષા અને ટ્યુશન કરાવતા સરકારી શિક્ષકો સહીત ટયુશન ક્લાસીસ ચલાવતા સંચાલકોની લાલચ કારણભૂત બન્યું છે.

હાલમાં કોરોનાને કારણે જે છૂટછાટ આપવામાં આપવામાં આવી છે એ હજુ પણ મર્યાદિત છે. આવા સમયે સ્કૂલ અને ટયૂશન કલાસ હજુ ચાલું કરવાની મંજૂરી આપવામાં આવી નથી. પ્રશાસન દ્વારા ખાનગી ટયૂશન કલાસિસના સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે કોઇપણ સંજોગોમાં કલાસિસ ઘરે કે બહાર શરૂ કરવા નહીં, માત્ર ઓનલાઇન શિક્ષણ આપવું તેમ છતાં સરકારની ગાઈડલાઈન નો ઉલાળિયો થઇ રહ્યો છે, ત્યારે ટ્યુશન ચલાવતા શિક્ષક અને ક્લાસીસના સંચાલકો ટ્યુશન આપવાની પધ્ધતિ બદલી રાજ્ય સરકાર અને નગરપાલિકા તંત્રની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આવા લોભિયા લોકો સામે વહીવટી તંત્ર કોઈ દંડનીય કાર્યવાહી કરશે કે પછી આ આદેશ ફક્તને ફક્ત સ્કૂલ કોલેજ સુધી સીમિત રહેશે જેવા અનેક પ્રશ્નો પેદા થયા છે.