National

લોકસભા ચૂંટણી 2019/કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના ઍક ટ્વીટે ભાજપને કરાવ્યો ફાયદો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : રવિવારે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને તેમના પતિએ પણ લોધી એસ્ટેટમાં તેમના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. મત આપ્યા બાદ રોબર્ટ વાડ્રાએ પોતે વોટ આપ્યો છે એ અંગે જે ટ્વીટ કર્યું એમાં ભારતના તિરંગા ને બદલે અન્ય દેશનો તિરંગો ટ્વીટ કરી દેતા રોબર્ટ વાડ્રા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો અને બાદમાં તેણે આ ટ્વિટ ડીલીટ કરી દેવાની ફરજ પડી હતી.

હકીકત એ છે કે રોબર્ટ વાડ્રાએ ટ્વિટ કરતી વખતે ભારતના ત્રિરંગાની જગ્યાએ પરાગ્વે દેશનો ઝંડો પોસ્ટ કરી દીધો. ત્યારબાદ રોબર્ટ વાડ્રા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા અને બાદમાં તેમણે આ ટ્વિટ ડીલીટ કરી દીધી.રોબર્ટ વાડ્રાએ જે ઝંડો ટ્વિટ કર્યો તેમાં પણ ત્રણ રંગ છે અને એક ચક્ર પણ છે. પણ, આપણા દેશના ઝંડામાં સૌથી નીચેના ભાગમાં લીલો રંગ જોવા મળે છે. જ્યારે પરાગ્વેના ઝંડામાં વાદળી રંગ જોવા મળે છે. પરાગ્વે દક્ષિણ અમેરિકાનો એક દેશ છે.

રોબર્ટ વાડ્રાએ વોટ કર્યા બાદ સેલ્ફી સાથે એક ટ્વિટ કરી. તેમાં તેમણે લખ્યું કે આપણો અધિકાર, આપણી તાકાત! તમારે પણ વોટ આપવો જોઈએ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતામાં આક્રોશ છે અને વર્તમાન સરકારથી ત્રસ્ત છે.પણ વાડ્રા ના ટ્વીટ ને લઇ લોકો એ કૉંગ્રેસની ભારે ઠેકડી ઉડાવી હતી.જેને દેશના ગૌરવ સમા તિરંગા ની પણ ખબર નથી પડતી એવી પાર્ટીના હાથમાં દેશનું સુકાન કેમ સૉંપાય?