વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PSI રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપાયા

0
17

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ભ્રષ્ટાચારનો પર્યાય બની રહેલી ભાજપ સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર દિવસે-દિવસે ફુલ તો ફાલતો જાય છે, ત્યારે નેતાઓ ના આશીર્વાદથી અધિકારીઓ પણ હવે લાંચ માગતા ડરતા નથી, પરંતુ નાગરિકોની જાગૃતતાના કારણે આવા લાંચીયા અધિકારીઓ ઝડપાઈ પણ જતા હોય છે. તાજેતરમાં વડોદરામાં એક પી.એસ.આઈ પાંત્રીસ હજારની લાંચ માગતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

આરોપીનાં રીમાન્ડ દરમ્યાન માર નહીં મારવાના અને ગુન્હાના કામે મુખ્ય આરોપી નહી બનાવવા માટે વડોદરા શહેરનાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ. આર. છોવાળાએ રૂ. 35 હજારની લાંચ માંગી હતી. PSI  એ. આર. છોવાળા  અમદાવાદનાં ન્યુ રાણીપ વિસ્તારના વતની છે.આરોપી લાંચ આપવા માંગતા ન હોઇ વડોદરા એ.સી.બી. પોલીસ. સ્ટેશનમાં ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદનાં આધારે લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

જેમાં આજે બુધવારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ.આર. છોવાળા (મુળ રહે-બી/૭, રવિ ટેનામેન્ટ, ચેનપુર રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ) રૂ. 35 હજારની લાંચ લેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જ ઝડપાઇ ગયા હતા. આ મામલે વડોદરા શહેર એ.સી.બી પોલીસ સ્ટેશનનાં પી.આઇ. એસ.પી.કહારે ટ્રેપ કરનાર અધિકારી તથા સુપરવિઝન અધિકારી તરીકે એ.સી.બી. વડોદરા એકમનાં ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી.પી.ચુડાસમાએ ફરજ બજાવીશું.