Editorial National Politics

કૉંગ્રેસ કાર્યાલયમાં રાહુલનું પોસ્ટર લગાડી રહેલ યુવકે ખુલ્લેઆમ કર્યો નરેન્દ્ર મોદીનો પ્રચાર,જાણો પછી શુ થયુ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : શુક્રવારે કોંગ્રેસ કાર્યાલયમાં એક એવો નજારો જોવા મળ્યો હતો કે જેને જોઈને સૌ ચોંકી ઉઠ્યા હતા રાજસ્થાનના જયપુરમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં સામ પિત્રોડા ના ઍક કાર્યક્રમ પહેલા રાહુલ ગાંધીના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે પોસ્ટર લગાવી રહેલ એક યુવક જેને એક ટીશર્ટ પહેર્યું હતું. આ ટીશર્ટ નરેન્દ્ર મોદીના નામ અને ફોટા વાળું હતું જેને જોઈને સૌ ચોંકી ઉઠ્યા હતા એટલું જ નહીં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયો હતો.

જોકે કાર્યક્રમ અગાઉ ત્યાં કેટલાક મીડિયાકર્મીઓ પણ હાજર હતા જેમણે આ સમગ્ર નજારો કેમેરામાં કેદ કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવકે પહેરેલી ટી-શર્ટ એ16 જાન્યુઆરી 2018 માં બાડમેર માં આયોજિત રિફાઈનરી તેમજ પેટ્રોકેમિકલ્સ પરિયોજનાના સુભારમ દરમિયાન તૈયાર કરાવેલી હતી.જોકે આ બાબત ધ્યાને આવતા તે યુવકને ત્યાંથી ભગાડી મુકવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી બે ચરણમાં થનાર છે પ્રથમ ૨૯મી એપ્રિલના રોજ ચોથુ ચરણ અને અને પાંચમા ચરણમાં ૬ મેના રોજ અહીં મતદાન થનાર છે. જો કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાની 25 લોકસભા સીટો પર જીત મેળવી હતી પરંતુ તાજેતરમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતા હવે ભાજપ માટે પછી સીટો મેળવવી ખૂબ મુશ્કેલ બની છે.