દિલ્હીના ઓક્સિજન દંગલ વચ્ચે રણદીપ ગુલેરિયા એ આપ્યું મહત્વનું નિવેદન, જાણીને ભાજપને લાગશે આંચકો તો AAP ને થશે રાહત

દિલ્હીના ઓક્સિજન દંગલ વચ્ચે રણદીપ ગુલેરિયા એ આપ્યું મહત્વનું નિવેદન, જાણીને ભાજપને લાગશે આંચકો તો AAP ને થશે રાહત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : દિલ્હી બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન મજબૂત બનાવી રહી છે અને જે રીતે આગળ વધી રહી છે તે જોતાં ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન સરકી રહી છે જેને લઇને આમ આદમી પાર્ટીની છબી ખરડાય તેવા પ્રયાસોમાં ભાજપના સુત્રો દિન રાત પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે.

કારણ કે શુક્રવારે મીડિયામાં એક અહેવાલ આવ્યો હતો કે, કેજરીવાલ સરકારે જરૂર કરતા ૪ ગણા વધુ ઓકિસજનની માગણી કરી હતી.બસ ત્યાર બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે કહ્યું હતું કે દિલ્હી સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દેશભરમાં જૂઠ ફેલાવવાનું કામ કર્યું છે. આ ગુનાહિત બેદરકારી છે. દિલ્હીમાં ઓક્સિજન વધારે હતું, પરંતુ તેનું સંચાલન કેવી રીતે કરવું તે પણ તેમને ખબર નહોતી.આમ દિલ્હી સરકાર અને કેન્દ્રમાં શાબ્દીક જંગ ચાલુ થઈ ગઈ હતી.

આ દરમિયાન એઈમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ આજે આ વિવાદને શાંત કરવાના પ્રયત્ન કર્યા અને ફાઈનલ રિપોર્ટ નથી આવી તેમ કહ્યું છે. ઓડિટ કમિટિના આગેવાની કરી રહેલા ડોક્ટર ગુલેરિયાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચિતમાં કહ્યું, દિલ્હી ઓક્સીજન ઓડિટ રિપોર્ટ એક ઈન્ટ્રીમ રિપોર્ટ છે. મને નથી લાગતું કે અમે એવું કહી શકીએ કે ઓક્સીજનની માગને 4 ગણી વધારીને કહેવાઈ હતી.તેમણે આગળ કહ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે મુખ્ય અદાલત આ અંગે શું કહે છે.

આ મુદ્દે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,  "મારો ગુનો - મેં મારા 2 કરોડ લોકોના શ્વાસ માટે લડ્યો. જ્યારે તમે ચૂંટણી રેલીઓ કરી રહ્યા હતા, ત્યારે હું આખી રાત ઓક્સિજન માટે લડી રહ્યો હતો, વિનંતી કરી રહ્યો હતો. તે માટે લોકો ઓક્સિજનના અભાવને કારણે તેમના પ્રિયજનો ગુમાવી ચૂક્યા છે. તેમને જૂઠા કહેશો નહીં, તેઓને ખૂબ ખોટું લાગશે છે. " અત્રે નોંધનીય છે કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ઓડિટ પેનલનો આવો કોઈ અહેવાલ હોવાની વાતને નકારી કાઢી છે.