પરિણામ અપડેટ : ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ગઢ સુરતમાં AAP ની ધમાકેદાર એન્ટ્રી : કોંગ્રેસ ત્રીજા નંબરે

પરિણામ અપડેટ : ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ગઢ સુરતમાં AAP ની ધમાકેદાર એન્ટ્રી : કોંગ્રેસ ત્રીજા નંબરે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આજે છ મહાનગરપાલિકાઓ ના મતદાનની ગણતરી શરૂ થઇ ચૂકી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી નો જબરદસ્ત દેખાવ રહ્યો છે.જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ગાઢ મા જ આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પડયું છે.પાટીલના પેજ પ્રમુખનો આઈડિયા સુરતમાં જ ક્યાંક કામિયાબ ન રહ્યો હોવાનું પરિણામો પરથી જોવા મળી રહ્યું છે.

ટીવી અહેવાલો મુજબ, ભાજપ 41 તો AAP 15 બેઠકો પર આગળ

 હાલના પરિણામો મુજબ ભાજપ પછી આમ આદમી પાર્ટી સુરતમાં બીજા નંબરની પાર્ટી બની રહી હોવાનું દેખાય છે. જોકે કોંગ્રેસ પાછળ છે. અત્રે નોંધનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં જ આમ આદમી પાર્ટી હવે આગળ વધી રહી છે ત્યારે પરિણામો જોતા એવું લાગે છે કે ભાજપ માટે આ એક મોટો ચિંતાનો વિષય છે. આમ આદમી પાર્ટી કદાચ સુરત મહાનગર પાલિકામાં સૌથી મોટી પાર્ટી બની ઉપસી આવે તો નવાઈ નહિ !