CRIME Gujarat

ચાલવા નીકળેલી મહિલા ડોક્ટરના નિતંબ પર રોમિયો હાથ ફેરવવા લાગ્યો અને….. જાણો શુ થયુ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : CM રૂપાણીના મોઢેથી નીકળતો ‘મહિલા સુરક્ષા’ શબ્દ હવે હાસ્યાસ્પદ બની રહ્યો છે,કારણ કે મોદી ના દિલ્હીગમન બાદ ગુજરાતની રૂપાણી સરકાર મહિલા અત્યાચાર ને લઇ ખૂબ જ બદનામ થઈ છે.તાજેતરમાં જ મંત્રીની ગંદી વાતો ના વાયરલ ઓડિયો એ ભાજપની બાકી વધેલી ઇમેજ ને પણ ધૂળમાં મેળવી દીધી છે.

જો કે ગુજરાતના ગૃહ મંત્રી જાણે ‘શાંતિદૂત’ એવોર્ડ ની રાહ જોતાં હોય એમ હાથ પર હાથ મૂકીને બેસી રહયા છે.પાટીદારો, ફિક્સ પગારદારો, ખેડૂતો સામે શૂરાતન દેખાડનારી રૂપાણી સરકાર અસામાજિક તત્વો,લુખ્ખા,આવારાઓ સામે જાણે ઘૂંટણીયે પડી ગઇ હોય ઍમ લાગે છે એટલે જ મોદી ના ગુજરાતમાં જાહેરમાં લુખ્ખાઓ મહિલાની છેડતી કરવાની હિમ્મત કરી રહ્યાં છે.

તાજેતરમાં આવો જ ઍક મહિલાની છેડતી નો કિસ્સો પાટનગર ગાંધીનગરમાં બન્યો હતો.પ્રાપ્ત માહીતી મુજબ, સેક્ટર-7માં રહેતી અને ચિલોડામાં CRPFની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પર ફરજ બજાવતી મહિલા ડૉક્ટર ગઈકાલે રાત્રે 9.15ની આસપાસ સેક્ટર-7માં ઉર્વીબેન મહેતાના દવાખાના સામે નાઈટ વોકિંગ કરવા નીકળી હતી. ત્યારે સામેથી એક યુવક આવ્યો અને યુવતીના નિતંબ પર હાથ ફેરવી છેડતી કરવા લાગ્યો. યુવતીએ આ શું કરે છે કહેતા યુવક ભાગવા લાગ્યો હતો.

પરંતુ યુવતીએ હિંમત બતાવીને તેના શર્ટનો કોલર પકડી લીધો હતો. યુવકે પોતાને છોડાવવાની કોશિશ કરતા યુવતી તેને ઢસડીને રોડ પર લઈ આવી હતી. રોડ પરથી પસાર થતા કેટલાક રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. અને યુવકને ઝડપી લીધો હતો. છેડતી કરનાર યુવકે યુવતીને તુ શું કરી લઈશ તેવું કહ્યું હતું. પોલીસને જાણ કરાતા સેક્ટર-7 પોલીસ આવી હતી. છેડતી કરનાર યુવકનું નામ પુછતા ધર્મેશચન્દ્ર કિશોરચન્દ્ર મહેતા હોવાનું જણાવ્યું હતું.