Gujarat Social Media News

સુરત : યમરાજ બનીને આવી રહેલ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલ યુવકને RPFના જવાને બચાવ્યો, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,સુરત : સામાન્ય રીતે રેલ્વેમાં સર્જાતી દુર્ઘટનાઓમાં ક્યાંક મુસાફરોની અધીરાઈ તો ક્યાંક બેદરકારી નજરે પડતી હોય છે, જેને પરિણામે રેલવે સ્ટેશન ઉપર ઘણીવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. એમાંય ખાસ કરીને જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન આવતી હોય ત્યારે તેમાં ચડવા માટે મુસાફરોની અધીરાઈ પણ ઘણી વખત અકસ્માતને નોતરે છે.

તાજેતરમાં સુરત રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં જ એક આવી દુર્ઘટના બની હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં એક યુવક ચાલુ ટ્રેન અને રેલ્વે પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો.જેની જાણ થતાં RPF ના જવાને ઉપસ્થિત અન્ય મુસાફરો ની મદદ થી આ યુવકને બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહીતી મુજબ,સુરત રેલ્વે સ્ટેશન પર જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન આવી રહી હતી ત્યારે એકાએક તુષાર નામનો યુવક ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો.જેને જોઇ ઉપસ્થિત મુસાફરોએ બૂમા બૂમ કરી હતી,ત્યારે તરત જ RPF ના જવાને અન્ય મુસાફરોની મદદથી ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલ તુષાર નામના યુવકને બચાવ્યો.