EDUCATION Gujarat

પડઘો/ આનંદો ! RTEના ફોર્મ ભરવાની તારીખ 15ને બદલે 25 એપ્રિલ સુધી 10 દિવસ લંબાવાઈ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સરકાર દ્વારા RTE ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫મી એપ્રિલ આપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં ચૂંટણીનો માહોલ હોઇ લોકોને ઝડપથી RTE ના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એવા આવકના દાખલા પ્રાપ્ત થઇ શકતા ન હતા.જેના લીધે આ ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માટેની માંગ ઉઠી હતી. જેનો અહેવાલ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્રારા ૧૧મી એપ્રિલે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રસિદ્ધ કર્યો હતો.ત્યારે હવે સરકાર દ્વારા RTE ના ફોર્મ ભરવાની તારીખ 10 દિવસ લંબાવીને 25 મી એપ્રિલ કરવામાં આવી છે જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓ માં આનંદની લાગણી પ્રસરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા આરટી ના ફોર્મ ભરવાની તારીખ 15 એપ્રિલ ને બદલે 25 એપ્રિલ કરવામાં આવી હોવાનું RTE અધિકારીએ મોર્નિંગ ન્યુઝ ફોકસ ને ટલિફોનીક વાત ચિત માં જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે CMO કાર્યાલય થી યોગ્ય પ્રતિભાવ નહીં મળતાં મોર્નિંગ ન્યુઝ ફોકસ ના તંત્રી જશવંત પટેલ દ્વારા 10 મી એપ્રિલના રોજ સાંજે પ્રધાનમંત્રી કાર્યાલય દિલ્હીને ટેલિફોનિક જાણ કરીને RTE ના ફોર્મ ભરવાની તારીખ ગુજરાત માં લંબાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરત ‘યુવા’ ના ફાઉન્ડર ઉમેશ પંચાલે પણ CMO અને PMO માં રજૂઆત કરી હતી જેને લઇને સરકાર દ્વારા આરટી ના ફોર્મ ભરવાની મુદતમાં દસ દિવસનો વધારો કરતાં હવે 15 ને બદલે 25 એપ્રિલ સુધી RTE ના ફોર્મ ભરી શકાશે. જોકે સરકારના આ નિર્ણય થી વાલીઓને ખૂબ જ હાશકારો થયો છે તેમજ વાલીઓ પોતાના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન નો સંપૂર્ણ લાભ અપાવી શકશે.