National Social Media News

એક્સપ્રેસ હાઇવે ઉપર સળગતું બાઈક દોડતું રહ્યુ ,પછી જે થયુ તેં જાણવા જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તાજેતરમાં ચાલુ સળગતા બાઈકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બાઈક હાઇવે પર ધૂમ સ્ટાઇલમાં ચાલી રહ્યું છે બાઈક પર એક મહિલા બાળક સાથે બેઠેલી છે અને બાઇકનો સાઇલેન્સર વાળો ભાગ સળગી રહ્યો છે છતાં પણ ચાલક ને આને બિલકુલ જાણ થતી નથી એ પોતાની ધૂનમાં જ બાઈક ચલાવે જાય છે

આપને જણાવી દઇએ કે આ વિડીયો આગરા એક્સપ્રેસ હાઇવે નો છે,જેમાં ટીવીએસ અપાચે બાઇકનો ચાલક પોતાની ધૂનમાં સળગતું બાઈક ચલાવી રહ્યો છે. ત્યારે એક્સપ્રેસ વે પર પેટ્રોલિંગ દરમિયાન QRT ટીમ ના ધ્યાને આ બાબત આવતા તાત્કાલિક બાઇક રાઇડર્સ નો પીછો કરે છે અને અગ્નિશામક યંત્રની મદદથી આગને બુજાવે છે.

જોકે આગ લાગવાનું કારણ એ હતું કે બાઈકનું સાઈલેન્સર અતિશય ગરમ થવા ને કારણે સાઇલેન્સર ઉપર લટકાવેલી પ્લાસ્ટિકની બેગ તેના સંપર્કમાં આવતા તો ગરમ થઇ અને સળગવા લાગી હતી જો કે એક કરતાં વધુ બેગ લટકાવેલ હોઇ આગ વધારે ફેલાઈ હતી. પરંતુ સમયસૂચકતાથી મોટી જાનહાની થતાં અટકી ગઈ.

ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા તમામ ચાલકોને અનુરોધ કરવામાં આવે છે કે જ્યારે પણ આપ આપનો દ્વિચક્રી વાહન ચલાવતા હોય ત્યારે આપની પ્લાસ્ટિકની કે એવી કોઈ બેગ સાઇલેન્સર ના સંપર્ક માં આવે તે રીતે લટકતી ન રાખવી જોઈએ.