રૂપાણી સરકારને કલંકિત કરતો કિસ્સો : વિધવા સહાય મેળવવા મહિલાએ પોતાના ઘરેણાં વેચવા પડ્યા, જાણો કારણ

0
1120

મોર્નિંગ ન્યુઝ ફોકસ, બનાસકાંઠા : ગુજરાતમાં પંચાયતી તંત્ર અને મહેસૂલી તંત્રની જો હુકમી એટલી હદે ચાલી રહી છે કે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જોકે આ અંગે મહેસુલ મંત્રી અને પંચાયત મંત્રી ને ગમે એટલી રજૂઆતો કરવા છતાં પણ આ મંત્રીઓના પેટનું પાણી પણ હાલતું નથી એટલું જ નહીં મહેસુલી વિભાગ અને પંચાયતી વિભાગ માં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્યમંત્રીએ પણ જાણે-અજાણે કબૂલ્યું છે ત્યારે ગુજરાતમાં મહેસુલ મંત્રી અને પંચાયત મંત્રી જો ભ્રષ્ટ અને તાનાશહ વૃતિવાળા અધિકારીઓ પર નિયંત્રણ ના લાદી શકતા હોય તો આવા મંત્રીઓને જ બદલવાની માંગ બુલંદ બની છે. બનાસકાંઠામાં એક વિધવા મહિલાએ વિધવા સહાય મેળવવા માટે પોતાના ઘરેણા વેચવાનો વારો આવ્યો હોવાના સમાચારો એ ખળભળાટ મચાવી દીધો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા ગામે રહેતી વિધવા મહિલા શાંતાબહેન ઠાકોર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે વિધવા સહાય માટે ફોર્મ ભર્યું હતું જેમાં તલાટી ની સહી જરૂરી હતી જેથી શાંતાબેન અને તલાટી પાસે સહી કરાવવા માટે ગયા ત્યારે તલાટીએ જીદ પકડી હતી કે વિરોધ કરશો તો જ સહી કરીશ નહિ તો નહીં કરું અત્રે નોંધનીય છે કે શાંતાબેન ના જણાવ્યા મુજબ ગામમાં અનેક લોકોના વેરા બાકી છે ત્યારે શાંતાબેનના વિધવા સહાય ફોર્મ પર સહી કરવાની તલાટીની જીદના કારણે શાંતાબેન એ પોતાના એક ચાંદીના દાગીનાની ગીરવે મૂકી અને પૈસા લઈ અને વેરો ભર્યો ત્યારે જ આ તલાટી વિધવા સહાય ફોર્મ પર સહી કરી હતી જોકે આ ઘટનાની જાણ ગામલોકોને થતા ગામ લોકોમાં આવા નિષ્ઠુર તલાટી પ્રત્યે ફિટકારની લાગણી જન્મી છે.