Breaking : રાજ્ય કક્ષાના નવરાત્રી મહોત્સવને લઈ રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય : ખેલૈયાઓને લાગશે મોટો આંચકો

0
1717
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ગાંધીનગર :  કોરોના વૈશ્વિક મહામારી ને કારણે આ વર્ષે રાજ્યમાં નવરાત્રિની ઉજવણી થશે કે નહીં તેને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે યોજાનાર 17 થી 25મી ઓક્ટોબર દરમિયાન યોજાનાર રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવને બંધ રાખવાનો નિર્ણય રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇને એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજ્યમાં નવરાત્રિનું આયોજન થવું લગભગ અશક્ય લાગી રહ્યું છે.                                   
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં નવરાત્રી ઉજવાશે કે નહીં તેને લઇને એક દુવિધા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ત્યારે આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.અત્રે નોંધનીય છે કે, થોડા સમય અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.