Gujarat Politics

રૂપાણી સરકારે મત લેવા મહેસાણાના ખેડૂત મતદારોને મૂર્ખ બનાવ્યા, જાણીને તમને પણ આવશે ગુસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (દિખા સો લિખા) : લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે રૂપાણી સરકારે જનતા ને કેવી રીતે મૂર્ખ બનાવી તેનો બેનમૂન કિસ્સો ઉત્તર ગુજરાતના મહેસાણામાં જોવા મળ્યો છે. જો કે મહેસાણા સીટ ઉપર ભાજપની જીત ખુબ જ મુશ્કેલ જણાઈ રહી છે. મહેસાણાના લોકોના મત મેળવવા માટે રૂપાણી સરકારે ઘણા સમયથી સૂકાભઠ્ઠ તળાવને મતદાન પહેલા નર્મદાના પાણીથી ભરી દીધું હતું, જેથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. પરંતુ મતદાનના ત્રીજા જ દિવસે આ તળાવ સુકુભઠ્ઠ થઈ જતા મતદારોને સરકારે મુર્ખ બનાવ્યા હોવાનો અહેસાસ થયો હતો.

જો કે હાલમાં ઉનાળાની શરૂઆત થી જ ઉત્તર ગુજરાત 48 કલાકથી આગની ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ત્યારે મહેસાણા ના ખેરવા ના તળાવમાં 24 એપ્રિલ ના રોજ તળાવમાં નર્મદાનું 4 ફૂટ જેટલું પાણી ભરેલું હતું.પણ મતદાન પૂર્ણ થતાં જ 72 કલાકમાં તળાવની તસવીર બદલાઇ છે. સ્થાનિકોના મતે, 27મી સવારે તળાવ સાવ સુકાઇ ગયેલું હતું. તળિયામાંથી માટીના પોપડાં ઉખડવાના શરૂ થયા છે. કદાચ ઉનાળાની ગરમીના કારણથી પાણી સુંકાયું હોય એ સ્વાભાવિક છે.

પણ આ ત્રણ દિવસ બાદ આ તળાવનું તળિયું જોતાં એવું લાગે છે કે વર્ષોથી પાણી ભરાયું જ નથી.પણ મત મેળવવા સરકારે નર્મદા ના નીર થી પાણી ભરી લોકમાં થોડો સમય માટે જે આશા જન્માવી પછી મતદાન પૂર્ણ થતાં જ આ અરમાનો નું બાળ મરણ કરનાર રૂપાણી સરકારે લોકોને મૂર્ખ બનાવ્યા નું દુખ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા લોકસભા સીટ જીતવા ની જવાબદારી ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલના માથે હતી ત્યારે આ સીટ જીતવા માટે સરકારે આ વિસ્તારના મતદારોની લાગણીઓ સાથે જે ખીલવાડ કરી છે તે ખરેખર નિંદનીય છે.કારણકે ખેરવાનું આ તળાવ મતદાન પહેલાં ખાલી જ હતું. મતદાન પહેલાં નર્મદા કેનાલથી આ તળાવને ચાર ફૂટ કરતાં વધુ ભરી દેવામાં આવ્યું હતું. ઉનાળામાં નર્મદાના પાણીથી આ તળાવ ભરાઈ જતાં ખેડૂતોને અશ્ચર્ય થયું હતું. જોકે મતદાન પૂરુ થવાના 3 દિવસમાં જ ખેરવા તળાવું સાવ ખાલી થઈ ગયું છે.તો હવે આ તળાવ ભરવાનું સરકાર કેમ વિચારતી નથી.?

About the author

Editor