Editorial Lifestyle National Religious News

શિરડીમાં મંદિરની દિવાલ પર સાંઈ બાબાની છબી દેખાવા પાછળના રહસ્યનો થયો પર્દાફાશ જે જાણીને તમે પણ ચોકી જશો

મો.ન્યુ.ફો.નેટવર્ક :  10 જુલાઈને મંગળવાર ના રોજ શિરડીના દ્વારકા માઈ મંદિરમાં એક દિવાલ પર એક છબી પ્રગટ થઈ ગઈ. આ છબી એકદમ સાંઈ બાબાની છબી જેવી જ દેખાતી હતી.જેને લઇને શ્રદ્ઘાળુઓ માની રહ્યા છે કે ભક્તોને દર્શન આપવા માટે સાંઈ બાબા પ્રગટ થયા છે.આ વાત ઝડપથી ફેલાઈ ગઈ અને મંદિરમાં બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સાંઈ બાબાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. સ્થિતિને જોતા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ. હકીકતમાં આ ઘટના પહેલીવાર નથી થઈ.


આ દ્વારકા માંઈ મંદિર તે જ સ્થાન છે, જ્યાં સાંઈ બાબાએ જીવન વિતાવ્યું હતું. મળતી માાહીતી મુુુજબ 2012માં પણ દ્વારકા માઈ મંદિરમાં આવો ચમત્કાર થયો હતો. પરંતુ પછી સવાલ થાય છે કે શું ખરેખર બાબા ભક્તોને દર્શન આપવા માટે પ્રગટ થયા હતા કે માત્ર આ દ્રષ્ટિભ્રમ હતો. પરંતુ આ ચમત્કાર પાછળ વૈજ્ઞાનિક કારણ માની રહ્યા છે.

જાણવા મળતી વિગતો અને મીડિયા અહેવાલ મુજબ હકીકતમાં દ્વારકા માઈ મંદિરમાં પ્રકાશની એવી વ્યવસ્થા છે, જેનાથી ક્યારેક એવું લાગે છે કે દિવાલો પર સાંઈની છબી પ્રગટ થઈ છે. પરંતુ આ વાતને જાણનારા લોકો પણ તેને ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે રોજ લાઈટિંગના કારણે આવી છબી સામે આવે છે.