Editorial Gujarat Politics

શાળાઓએ ફી રેગ્યુલેટરી કમિટી સામે મુકેલ ફી પ્રસ્તાવની રકમ જાણી વાલીઓ અને વિદ્યાર્થીઓને લાગશે મોટો આંચકો

મો.ન્યુ.ફો.નેટવર્ક :  છેલ્લાં ઘણા સમયથી ફી નિયમન મામલે રૂપાણી સરકાર આલોચના નો ભોગ બની રહી છે,ત્યારે સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને ફીના માળખા માટેનો પ્રસ્તાવ મોકલવાનો આદેશ આપ્યો હતો, જેની અંતિમ તારીખ 31 જુલાઈ હતી.

ત્યારે ગુજરાત ના મેગા સીટી અમદાવાદ ઝોનમાંથી 171 શાળાઓએ ફી રેગ્યુલેશન નિયમોને સુપ્રીમમાં પડકાર્યા છે અને તેમના પ્રસ્તાવ અને એફિડેવિટ મંગળવારે સાંજે એજ્યુકેશન ઓથોરિટીને સબમિટ કર્યા છે. મંગળવારે સાંજ સુધીમાં હજી લગભગ 40 સ્કૂલોએ પોતાના પ્રસ્તાવિત ફી સ્ટ્રક્ચરનો રિપોર્ટ DEOને સબમિટ નહોતો કર્યો.

 સૂત્રોના જણાવ્યા અનુસાર, FRC દ્રારા 10 ઓગષ્ટ સુધી આ શાળાઓ માટે પ્રોવિઝનલ ફી સ્ટ્રક્ચરની જાહેરાત કરશે.ઉલ્લેખનીય છે કે 171 શાળાઓમાંથી 15થી વધારે શાળાઓ એવી છે જેમણે 70,000થી 1 લાખ સુધીની ફીનો પ્રસ્તાવ મુક્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક શાળાને બે અઠવાડિયામાં ફી પ્રપોઝલ મોકલવાનો આદેશ આપ્યો હતો,જેને લઈ 72 શાળાઓએ પ્રપોઝલ સબમિટ કર્યા છે, જ્યારે મંગળવારે સાંજ સુધી 34 શાળાઓએ હજી ફોર્માલિટી પુરી નથી કરી.

અત્રે નોધનીય છે કે FRC દ્વારા શાળા સંચાલકોને પાછલા 3 વર્ષના તેમના ખર્ચ અને ફી દ્વારા થતી આવકની વિગત માંગવામાં આવી હતી. પાછલા 3 વર્ષમાં સ્ટાફને આપવામાં આવેલી સૅલરી અને વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લેવામાં આવી તે અંગેેે ની માહિતી માગવામાં આવી હતી.