શંકરભાઇ ચૌધરી સતત બીજી ટર્મ માટે બનાસ ડેરીના ચેરમેન બન્યા : શુભેચ્છાઓનો વરસાદ

0
1010
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : બનાસકાંઠા જિલ્લાની બનાસડેરીમાં સંચાલક મંડળની ચૂંટણી બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે શંકર ચૌધરીએ બીજી ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. ૪૦ વર્ષ બાદ સંચાલક મંડળની બિનહરીફ વરણી થઇ છે.આ પ્રસંગે સદસ્યો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા તેમજ બનાસડેરીના મેનેજીંગ ડીરેકટર કામરાજભાઈ ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઊંઝા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાનુભાઈ જોષીએ શંકરભાઈને ચૌધરીને સતત બીજી ટર્મ માટે બનાસ ડેરીના ચેરમેન તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં બનાસકાંઠાના પશુપાલન નો વિકાસ થાય અને સાથે સાથે સમગ્ર જિલ્લાનો વિકાસ થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

બનાસડેરીમાં વર્તમાન સંચાલક મંડળે ગત ટર્મમાં બનાસડેરીનું ટર્નઓવર ૪ હજાર કરોડથી વધારીને ૧ર હજાર કરોડ સુધી લઈ જવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા ઉપરાંત અન્ય રાજયોમાં જેવા કે કાનપુર તેમજ હૈદરાબાદ સહીતના સ્થળે બનાસડેરીની સ્થાપના કરી અને બનાસડેરીનું કદ વધાર્યું છે. તેમજ બાયોગેસ પ્લાન્ટ થકી સસ્તુ ઈંધણ મળી રહે તે માટે સફળ પ્રયોગ કરીને દેશના વડાપ્રધાનના સ્વપ્નને પુર્ણ કરવા પ્રયાસ કર્યો હતો. મધ , તેલ , ફ્રુટ જ્યુસના પ્લાન્ટને વિકસિત બનાવી અમુલ બ્રાન્ડથી દેશભરમાં શુધ્ધ ફ્રુટ જ્યુસ આપવા માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે.હાલમાં બનાસડેરીમાં કાતરવાના પશુદાણના પ્લાન્ટની કેપેસીડી વધારીને પશુપાલકોને પુરતા પ્રમાણમાં સમયસર દાણ મળી રહે તે માટે પ્લાન્ટ તૈયાર કર્યો છે અને ઉત્પાદન વધાર્યું છે.