Lifestyle National Politics

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે એ 18 સાંસદો સાથે રામલલ્લાનાં દર્શન કરી PM મોદી ને ફેંક્યો પડકાર

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઉદ્ધવ ઠાકરેની સાથે મહારાષ્ટ્ર શિવસેનાના 18 સાંસદોએ રામલલાના દર્શન કર્યા. તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સાથે રહ્યાં. ઉદ્ધવ સાત મહિનામાં બીજી વખત અયોધ્યા આવ્યાં છે.અગાઉ 24 નવેમ્બરે પત્ની રશ્મિ અને પુત્ર આદિત્યની સાથે બે દિવસીની યાત્રાએ અયોધ્યા પહોંચેલ ઉદ્ધવે કહ્યું હતું કે ચૂંટણી સમયે દરેકો લોકો રામ રામ કરે છે, પછી આરામ કરે છે. તેઓએ કહ્યું હતું કે 2019માં સરકાર બને કે ન બને, પરંતુ મંદિર જરૂરથી બનવું જોઈએ. કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવે, અમે મદદ કરીશું.

બીજી વાર દર્શને આવેલ ઉદ્ધવે વડાપ્રધાન મોદી સમક્ષ જલદીથી રામ મંદિર બનાવવાની માગ કરી છે. ઉદ્ધવે કહ્યું કે રામ મંદિર શિવસેના જ નહીં, પરંતુ દેશના હિંદુઓની આસ્થાનો પ્રશ્ન છે. ઉદ્ધવે મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે હવે મંદિર નિર્માણમાં મોડું થાય તેવી કોઈ જ શક્યતા નથી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંસદના મોનસૂન સત્રમાં સકારાત્મક પરિણામ મળશે.શિવસેનાએ એક નિવેદનમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પછી આ યાત્રાથી અયોધ્યમાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી મળશે.

ઠાકરેની અયોધ્યા યાત્રા પહેલાં પાર્ટી નેતા સંજય રાઉતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. યોગીએ ઠાકરે અને શિવસેનાના સાંસદોને રાજ્ય અતિથિનો દરજ્જો આપ્યો છે.શિવસેના નેતાઓના અયોધ્યામાં આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. એસએસપીએ કહ્યું કે અહીં આવતા જતા લોકોની તલાશી લેવામાં આવી રહી છે. પોલીસે હોટલ અને ધર્મશાળાઓ પર વિશેષ નજર રાખી છે.