ઊંઝા APMCના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ ખરા અર્થમાં રાજનીતિના ચાણક્ય હતા, જુઓ તેમની દુર્લભ તસવીરો

0
1675

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ઊંઝા ભાજપના  પાયાના કાર્યકર  તેમજ એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ ના નિધનથી ઊંઝાને એક વિદ્વાન અને પ્રખર રાજકારણી તેમજ સામાજિક,ધાર્મિક કાર્યકરની ભારે ખોટ પડી છે. શિવમ રાવલ નું વ્યક્તિત્વ વામનથી વિરાટ સુધીનું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ જોયા છે . પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ ને ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક રાજકીય નેતાઓ સાથે તેમણે રાજકીય કારકિર્દીની સફર કરી છે.

ઊંઝાની જી.એલ.પટેલ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ગુજરાત યુનિવસિટી માંથી તેમને સ્નાતક ડીગ્રી મેળવી હતી.એટલુંજ નહિ તેમણે શેઠ વી.એસ.લો કોલેજ માંથી કાયદાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. નાનપણથી જ તેઓ  રાજકીય કુનેહ ધરાવતા હતા.ઊંઝાની ઉમા ક્રેડિટ સોસાયટીના આદ્યસ્થાપક અને સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ ના પ્રમુખ શિવમભાઈ રાવલે ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ પણ શોભાવ્યું છે. ઊંઝાના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવનાર શિવમભાઈ રાવલ ઊંઝા ભાજપ શહેર પ્રમુખનો હોદ્દો પણ સાંભળી ચૂક્યા છે.

ઊંઝા તાલુકાના ઉનાવા ગામના તેઓ વતની હતા.પણ ઊંઝાને તેમને કર્મભૂમિ બનાવી હતી.ખૂબજ પ્રતિભાશાળી હોઈ તેમને જિલ્લા રજિસ્ટ્રાર મા ફરજ બજાવી હતી તે દરમ્યાના તેઓ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય એવા નારણભાઇ પટેલ ‘ કાકા ‘ ના સંપર્કમાં આવ્યા અને તેમને રાજનીતિનો રંગ લાગ્યો હતો.છેવટે તેમણે નોકરી માંથી સ્વૈચ્છિક રાજીનામુ આપી રાજકારણમાં સક્રિય બન્યા હતા. તેમણે સંગઠનમાં સારી જવાબદારી સંભાળી હતી. ઊંઝાના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવનાર શિવમભાઈ રાવલ ખરા અર્થમાં રાજનીતિના ચાણક્ય હતા.

શિવમભાઈ રાવલ એ બાળ પ્રેમી હતા એટલું જ નહીં પરંતુ ગાયો પ્રત્યેનો તેમનો પ્રેમ પણ અગાધ હતો. ગૌશાળામાં ગાયોને ઘાસ રાખવાની તેમની દૈનિક ક્રિયા હતી. બ્રાહ્મણ હોવાને નાતે તેઓ પ્રખર વિદ્વાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, પૂર્વ એપીએમસીના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, વાઇસ ચેરમેન ડાહ્યાભાઈ પટેલ, ઊંઝા પાલિકાના પ્રમુખ મણિલાલ પટેલ, ઊંઝા શહેર કાર્યકારી ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ (એચ એચ)  apmc માર્કેટ ના વ્યાપારીઓ તેમજ વિવિધ વ્યાપારી સંગઠનો એ ઉપરાંત ઊંઝા ભાજપ દ્વારા શિવમભાઈ રાવલ ને હૃદયભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે.