Gujarat

SMCની બેદરકારી/ રાત્રે ચાર વાગ્યે ચાર માળનું બિલ્ડીંગ ધરાશયી,11 પરિવારોનું શુ થયુ?જાણો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,સુરતઃ શહેરમાં અવારનવાર જૂની ઇમારતો તૂટી પડવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ઘણીવાર જાનહાનિ પણ થતી હોય છે.પરંતુ પાલિકા તંત્ર ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જવા’ વાળી કહેવત વારંવાર યથાર્થ કરતું હોય છે. ત્યારે ગઈ કાલે સુરતના પાર્લે પોઇન્ટ ખાતે આવેલ એક જૂનું એપાર્ટમેન્ટ એકાએક ધરાશાયી થયું હતું જો કે લોકોની સતર્કતાને કારણે કોઈ જાનહાની થઈ નથી.

સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલું રહેણાક વિશાલ દર્શન એપાર્ટમેન્ટનો ભાગ સોમવારે રાત્રે એક વાગ્યા આસપાસ નમી ગયો હતો. બાદમાં લગભગ ચાર વાગ્યે આ બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગ નમી ત્યારબાદ જ તમામ 11 પરિવારના 25 જેટલા રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. જે બાદ બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી.

પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટ લગબગ 35 વર્ષ જૂનું હતું. ચાર માળના આ બિલ્ડિંગમાં 16 ફ્લેટ અને 11 પરિવાર રહેતા હતાં. પરંતુ રાત્રે જ બિલ્ડિંગનો ભાગ નમી જતાં તમામને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બાદમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળ્યાના થોડા સમય બાદ સવારે ચાર વાગ્યે બિલ્ડિંગનો ભાગ ધડાકાભેર નમી પડ્યો હતો. જો કે તેમાં કોઈને ઈજા જાન હાનિ પહોંચી નહોતી. ફાયરબ્રિગેડની એક ટીમ પણ સતર્કતાના ભાગ રૂપે તૈનાત રહી હતી.