Editorial National Politics

લોકસભા ચૂંટણી 2019/અમેઠીમાં જોવા મળ્યો સ્મૃતિ ઈરાનીનો ‘ફાયર બ્રિગેડ’ અવતાર, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : અમેઠીથી ભાજ્પ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની ટક્કર અહીંથી ત્રણ વાર સાંસદ રહેલા રાહુલ ગાંધી સાથે છે. કોંગ્રેસ પરિવારનો સૌથી મજબૂત ગઢ મનાતી આ સીટ પર લગભગ હંમેશા કોંગ્રેસના પક્ષમાં જ પરિણામ આવ્યાં છે. જોકે, આ વખતે સ્મૃતિ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બરાબરની ટક્કર આપતી જોવા મળી છે.ત્યારે તાજેતરમાં અમેઠી ના લોકો ને સ્મૃતિ નો ફાયર બ્રિગેડ અવતાર જોવા મળ્યો હતો.

મળતી માહીતી મુજબ,અમેઠીમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનો રવિવારે અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. અમેઠીના મુંશીગંજ સ્થિત પૂરબદ્વારા ગામમાં આગની જાણ થતાં જ સ્મૃતિ ઈરાની ગામ તરફ જવા માટે નીકળ્યા હતાં. અહીં ફાયરબ્રિગેડને આવવામાં મોડું થતાં પોતે જ નળમાંથી પાણી ભરીને ઘર અને ખેતરની આગ કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો.જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

એક રિપોર્ટ અનુસાર, આગ ઘઉંના ખેતરમાં લાગી હતી. વધુ હવાના કારણે તે આજુબાજુના ખેતરમાં અને ઘર સુધી પ્રસરી હતી.ત્યારે સ્મૃતિ ઈરાની પાસેના એક વિસ્તારમાં જનસંપર્કમાં હતા. ત્યારે જ કોઈ કાર્યકર્તાએ જણાવ્યું કે પાડોશી ગામમાં ભીષણ આગ લાગી છે. સ્મૃતિએ તરત જ ઘટનાસ્થળ પર પહોંચીને ખેતર અને ઘર પર પાણી છાંટવાનું શરુ કર્યું અને રડતી મહિલાઓને સાંત્વન આપ્યું હતું.