પાટીદારો અને કોંગ્રેસ આમને-સામને.........તો ગમે તે ઘડીએ હાર્દિક પટેલ પણ કોંગ્રેસ માંથી આપી શકે છે રાજીનામુ !

પાટીદારો અને કોંગ્રેસ આમને-સામને.........તો ગમે તે ઘડીએ હાર્દિક પટેલ પણ કોંગ્રેસ માંથી આપી શકે છે રાજીનામુ !
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  સુરતમાં કોંગ્રેસ અને પાટીદારો વચ્ચે નો વિવાદ સતત વકરી રહ્યો છે ત્યારે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પદે થી જીગ્નેશ મેવાસાએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં પરંતુ જીગ્નેશ મેવાસા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પણ અમારા સંપર્કમાં જ છે અને સમાજ માટે હાર્દિક પટેલ પણ રાજીનામું આપતા અચકાશે નહીં.
                                                                                           જીગ્નેશ મેવાસા એ મીડિયા સામે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પણ સમાજ માટે ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.આમ જીગ્નેશ મેવાણીએ આડકતરી રીતે હાર્દિકના રાજીનામુ આપવાના સંકેતો આપ્યા છે. અત્રે નોંધનીય છે કે જીગ્નેશ મેવાસાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના થઈ રહી છે જેને લીધે પાટીદારોમાં પણ નારાજગી છે. ત્યારે આગામી સમયમાં કદાચ હાર્દિક પટેલ પણ કોંગ્રેસના હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપે તો નવાઈ નહીં. જો કે જીગ્નેશ મેવાસાએ મીડિયા સામે આપેલા આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.