ઊંઝા APMC સામે આક્ષેપ કરનાર સૌમિલ ખુદ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે : આક્ષેપોમાં કેટલું તથ્ય ? જાણો

0
1733

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે આક્ષેપ કરવો સરળ છે પરંતુ જો આક્ષેપ કરનાર વ્યક્તિ તેને સાબિત ન કરી શકે તો બીજી બાજુ એવો તર્ક પણ ફલિત થાય છે કે કદાચ આક્ષેપ કરનાર વ્યક્તિના પગ નીચે જ કોઈક અજુગતુ કર્યું હોવાનો રેલો આવે ત્યારે પોતાની જાતને બચાવવા માટે તે ગમે તે વ્યક્તિ કે સંસ્થા ઉપર ગમે તેવા આક્ષેપો કરી શકે છે. ઘણી વખત વ્યક્તિ કોઈનો હાથો બની ને પણ સામેની વ્યક્તિ કે સંસ્થા સામે આક્ષેપ કરતો હોય છે.

એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી સામે ૧૫ કરોડના કૌભાંડનો આક્ષેપ કરનાર સૌમિલ પટેલે સોશિયલ મીડિયામાં આપેલા પુરાવા પરથી કૌભાંડ થયું હોય તેવું ક્યાંય વીડિયોમાં ફલિત થતું નથી. સૌમિલ પટેલે ઊંઝા એપીએમસીના ચેરમેન સેક્રેટરી અને જેને એપીએમસી સાથે કાંઇ જ લેવાદેવા નથી એવા ધારાસભ્ય સામે સેસની રકમ ચાઉં કરી જવાનો આક્ષેપ કર્યો છે ત્યારે સવાલો એ થાય છે કે વીડિયોમાં ક્યાંય પણ શેષ ની રકમ ચેરમેન સેક્રેટરી કે ધારાસભ્યના ઘરમાં જઈ હોય કે તેમણે લીધી હોય તેવું ક્યાંય દેખાતું નથી.

ધારાસભ્યનો APMC ના વહીવટમાં કોઈ હસ્તક્ષેપ નહી

બીજુ કે જો શેષ ની રકમ એપીએમસીના ચેરમેન સેક્રેટરી અને ધારાસભ્ય ચાઉં કરી ગયા જ હોય તો એપીએમસીની દિનેશ પટેલની નેતૃત્વવાળી બોડીના શાસનમાં 20 થી 25% એપીએમસીની આવકમાં વધારો કઈ રીતે થાય? આમ સૌમિલ પટેલ નો આક્ષેપો પ્રથમ તબક્કે પાયા વિહોણો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજું કે ધારાસભ્ય એ વિસ્તારના પ્રજા પ્રતિનિધિ છે. સરકારી કે સહકારી કાર્યક્રમો દરમિયાન જ્યારે સહકારી સંસ્થા નો સહયોગ હોય ત્યારે એપીએમસીમાં જવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે જે આગાઉ ના ધારાસભ્ય દ્વારા પણ થતી હતી. એટલું જ નહીં ગુજરાતના 182 ધારાસભ્યો માં ઊંઝાના ધારાસભ્યને સૌથી સક્રિય ધારાસભ્ય માનવામાં આવે છે ત્યારે તેમની વિરોધમાં સૌમિલ પટેલે આક્ષેપ કરીને તેમની લોકપ્રિયતાને ધક્કો પહોંચાડવાનું કાર્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કનું પટેલ APMC નો માત્ર રોજમદાર કર્મચારી….સૌમિલ પટેલ જવાબદાર કર્મચારી….પાવતી કૌભાંડમાં સૌમિલ પટેલ કેમ જવાબદાર નહિ ?

કનુ પટેલ એ એપીએમસીના ચેરમેન નો એકાઉન્ટન્ટ ન હતો પરંતુ માત્ર અને માત્ર એપીએમસીના રોજમદાર તરીકે કામ કરતો હતો. જોકે મળેલી જાણવા મળેલી વિગતો મુજબ કનુ પટેલના પત્ની બીમારીથી પીડાતા હોય છેલ્લા કેટલાક સમયે કનુ પટેલ રજા ઉપર હતા. બીજું કે પાવતીઓ બતાવવાનું જે વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે કામ સૌમિલ પટેલ નું છે. કારણ કે સેસના ટેબલ ની જવાબદારી સૌમિલ પટેલ ની હતી અને એકના એક પાવતી બતાવીને કચરામાં ફેંકી દેવાનું કૃત્ય કરતા પણ વીડિયોમાં સૌમિલ પટેલ જ નજરે ચઢી રહ્યા છે. બીજું કે સૌમિલ પટેલ એપીએમસીના જવાબદાર કર્મચારી છે ત્યારે આજે પાવતી નું કૌભાંડ છે એ ખુદ સૌમિલ પટેલ દ્વારા જ કરાયેલું હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ખાનગી કેમેરાનો પરદાફાશ થયા બાદ જ સૌમિલે કેમ APMC સામે આક્ષેપ કરવાનું શરૂ કર્યું ?

બીજું કે એપીએમસીમાં ખાનગી કૅમેરા છેલ્લા કેટલા સમયથી લગાવવામાં આવ્યા હતા તે પણ એક તપાસનો વિષય છે. એપીએમસીમાં પૂરતા કેમેરા હોવા છતાં પણ સૌમિલ પટેલ દ્વારા આવા ખાનગી કૅમેરા શા માટે લગાવવામાં આવ્યા એ પણ અનેક શંકા-કુશંકાઓ ઉપજાવે તેવી બાબત છે. એટલું જ નહીં પરંતુ જ્યારે સેક્રેટરી દ્વારા ચેકિંગ દરમિયાન આ કેમેરા ઝડપી લેવામાં આવ્યા ત્યાર બાદ એકાએક સૌમિલ પટેલ દ્વારા એપીએમસી ઉપર શા માટે આવા આક્ષેપો કર્યા ? ક્યાંક એવું તો નથી ને કે સૌમિલ પટેલે પણ આમાં પોતાના બદ ઇરાદાઓને છુપાવવા આ કેમેરાનું યંત્ર ગોઠવ્યું હોય ?

ઊંઝા APMC હંમેશા રચનાત્મક કાર્યોમાં અગ્રેસર રહી છે.APMC ને બદનામ કરવાનું કૃત્ય સૌમિલ કોના ઈશારે કરી રહ્યો છે ?

એપીએમસીના સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ એ ઘણા વર્ષોથી એપીએમસીમાં સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે. એટલું જ નહીં વળી તેમની વહીવટી કુનેહને કારણે એપીએમસી નો વહીવટ હંમેશા પારદર્શક રહ્યો છે. ‘સાચું તોલ અને રોકડા નાણા ના ‘ સિદ્ધાંત પર કાર્ય કરતી ઊંઝા એપીએમસી દ્વારા વિસ્તારમાં અને વિસ્તારની બહાર પણ અનેક સામાજિક અને રચનાત્મક કાર્યો કરવામાં આવી રહ્યા છે. એપીએમસી દ્વારા દર વર્ષે નોટબુકો ચોપડાનું એકદમ વ્યાજબી ભાવે વિતરણ થાય છે તો વળી સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓને એપીએમસીએ હંમેશા વેગ આપ્યો છે અને યથાશક્તિ ફાળો પણ આપ્યો છે ત્યારે વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી આ ઊંઝા એપીએમસી ને બદનામ કરવાનું દુષ્કૃત્ય સમીર પટેલે કોના ઇશારે કર્યું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

સૌમિલ પટેલ ગુનાહિત પ્રવૃત્તિમાં અગાઉ પણ સંડોવાયો હોવાનો થયો ખુલાસો.

જાણવા મળેલી રસપ્રદ માહિતી મુજબ સૌમિલ પટેલે એ ભૂતકાળમાં પણ વીજ બિલ નાણાંની ઉચાપત કરી હોવાની વાત હવે સામે આવી રહી છે એટલું જ નહીં આ સૌમિલ પટેલ એ.પી.એમ.સી.ના જ એક ડિરેક્ટરનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ ડિરેક્ટર છેલ્લા ઘણા સમયથી જીએસટી ચોરીમાં નાસતા ફરે છે ત્યારે સવાલ એ થાય છે કે જો કાકા અને ભત્રીજા દ્વારા પર જો આવા ખોટા કૃત્ય કરવાના આક્ષેપો થયા હોય તો પછી તેમની આ બયાનબાજી ઉપર કેટલે અંશે વિશ્વાસ કરી શકાય ? એવું પણ બની શકે છે કે તેઓએ પોતાના જ ખોટા કાર્યોને છુપાવવા માટે એશિયાની આ પ્રતિષ્ઠિત એપીએમસી માથે દોષારોપણ કર્યું હોઈ શકે છે.!