Editorial Gujarat Politics

વિશેષ અહેવાલ : હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનથી રૂપાણી સરકારને કેવી રીતે થઈ શકે છે ફાયદો ? જાણો હકીકત

મો.ન્યુ.ફો.નેટવર્ક : (સુના સો ચુના) : 2017 ની વિધાન સભાની ચૂંટણીમાં 150 સીટો ના બણગાં ફૂંકતી રૂપાણી સરકાર બે આંકડા માં આવી ને અટકી ગઇ હતી.જેના પાછળનું મુખ્ય કારણ આંદોલન હતુ.ગુજરાત ની જનતાની નાડી પારખવામાં નિષ્ફળ નીવડેલી રૂપાણી સરકાર સામે માત્ર પાટીદારો એ જ નહીં,બલકે ખેડુતો, ફિક્સ પગારદારો ઉપરાંત આશા વર્કર બહેનો એ પણ આંદોલનો કર્યા હતાં,જેનું પરિણામ 2017 માં રૂપાણી સરકારે ભોગવવું પડયું અને માંડ માંડ સત્તા બચાવી શકી.

ત્યારે હવે 2019 મા આવી રહેલી લોકસભા ની ચૂંટણીઓ પૂર્વે એકવાર પુનઃ હાર્દિક પટેલે અનામત અને ખેડુતો ને લઇ 25 ઓગષ્ટે ઉપવાસ આંદોલન ની જાહેરાત કરતાં રૂપાણી સરકારની ખુરશી ના પાયા ધ્રુજી ઉઠયા છે.ત્યારે હાર્દિક ના આ ઉપવાસ આંદોલન ને અટકાવવા માટે રૂપાણી સરકારે સામ, દામ, દંડ,અને ભેદ ની નીતિ અખત્યાર કરી છે,ત્યારે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે ક્યાંક ને ક્યાંક રૂપાણી સરકાર ડર અનુભવી રહી છે કે અગાઉની GMDC વાળી ઘટનાનું પુનરાવર્તન ના થાય !

ગુજરાતમાં ગાદી બચાવવા અને લોકસભા જીતવા માટે ભાજપ ઝનૂની બની અનામત આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલને ગમે તે ભોગે નિષ્ફળ કરવા માટે રૂપાણી સરકાર અને તેમના પ્રધાનો ગમે તે હદે જઈ રહ્યાં છે. તેથી માત્ર પાટીદારો જ નહીં બલકે બુદ્ધિજીવી વર્ગ માં પણ સરકાર સામેનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ઍક વર્ગ એવું માને છે કે જો રૂપાણી સરકાર ને હાર્દિક ના આંદોલનથી કોઈ ખતરો ના હોય તો હાર્દિક ને ઉપવાસ આંદોલન ની પરવાનગી આપી હાર્દિક ની શક્તિ નું પાણી માપી લેવું જોઈએ કે હવે કેટલો પાટીદાર વર્ગ હાર્દિક સાથે છે,કારણ કે ઘણી વાર રૂપાણી સરકાર હાર્દિક ના આંદોલન ને કૉંગ્રેસ પ્રેરિત ગણાવે છે.

આ ઉપરાંત હાલમાં રૂપાણી સરકાર મગફળી કાંડ મુદ્દે બરાબર ઘેરાઈ ચૂકી છે,ત્યારે હાર્દિક ના આંદોલન ને લઈ હાલ મીડિયામાં મગફળી કાંડ મુદ્દો વિસરાઈ રહ્યો છે,ત્યારે જો રૂપાણી સરકાર હાર્દિકના આંદોલન ને પરવાનગી આપે ,અને જો કદાચ હાર્દિક ના આ ઉપવાસ આંદોલન ને ધારણા મુજબ સફળતા ના મળે તો રૂપાણી સરકાર નો હાથ ઊંચો રહી શકે છે,આવુ પણ ઍક બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ છે.