Editorial Gujarat Politics Trending

વિશેષ અહેવાલ : કૉંગ્રેસનું આંદોલન ખેડુતોના દેવામાફી માટે હતુ કે ધારાસભ્યો ના પગાર વધારવા માટે ? જાણો

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) :વિધાનસભા સત્ર ના પ્રથમ દિવસે કૉંગ્રેસ દ્રારા ખેડુતો ના દેવા માફી ના મુદ્દાઓ ને લઇ આક્રોશ રેલી કાઢવામાં આવી ,જે કોઈ પણ રીતે સફળ ના થઈ, એટલું જ નહીં વિધાનસભા ઘેરાવો નો કાર્યક્રમ પણ ફ્લોપ શો સાબીત થયો,મહત્વની વાત તો એ છે,કે કૉંગ્રેસ ના આ કાર્યક્રમ માં ખેડુતો ના બદલે વધારે કૉંગ્રેસ ના કાર્યકરો દેખાયા,ખેડુતો કૉંગ્રેસ ના કાર્ય ક્રમ થી અલિપ્ત જ રહયા,જો કે સત્ર ના બીજા દિવસે ભાજ્પ ના ધારા સભ્યો માટે ના પગાર વધારા ના બિલ થી તરત જ કૉંગ્રેસ નો આક્રોશ શાંત થઈ ગયો.

આમ વિધાનસભામાં જ્યારે ભાજ્પ ના પ્રદીપ સિંહે ધારા સભ્યો ના પગાર વધારા નું બિલ રજુ કર્યું ત્યારે ખેડુતો મુદ્દે, મોંઘવારી મુદ્દે, પેટ્રોલ-ડીઝલ ના ભાવ મુદ્દે શુરાતન દેખાડનારા કૉંગ્રેસ ના ધારા સભ્યોએ ચુપ થઈ આ બિલ ને સમર્થન આપી દીધું, જો કે કાલ સુધી જે મોંઘવારી ની, ભાવ વધારા ની અને ખેડુતો ની પ્રત્યે હમ દર્દી જગાવવા ની વાતો કરતા હતાં,તે કૉંગ્રેસ ના ધારા સભ્યો આ બિલનો વિરોધ કરવા ને બદલે સમર્થન માં કૂદી પડતા પ્રજા સામે તેમનો બાહ્ય આડંબર ખુલ્લો પડી ગયો. આમ ભાજપે પોતાનો રોટલો શેકી કૉંગ્રેસ નો અસલી ચહેરો પ્રજા સામે લાવી દીધો.ભાજ્પ ઍક કાંકરે બે પક્ષી મારવામાં સફળ થઈ.

જો કૉંગ્રેસ ખરેખર પ્રજા માટે લડતી હોત તો તેનાં ધારા સભ્યો વિધાન સભામાં ધારા સભ્યો ના પગાર વધારા ને લઇ ભાજ્પ ને ઘેરી શકતા હતાં,અને પહેલા ખેડુતો ના દેવા માફ,બાદમાં જ ધારાસભ્યો નો પગાર વધારો,આમ બોલી આ બિલનો વિરોધ કર્યો હોત તો કદાચ જનતા ના મન પર કૉંગ્રેસ ની ઍક હકારાત્મક છાપ ઊભી થાત ,પણ આ બાબતે કોન્ગેસે ભાજ્પ સાથે હાથ મિલાવી સાબીત કરી દીધું કે કૉંગ્રેસ દ્રારા કરવામાં આવેલ વિરોધ માત્ર અને માત્ર ઍક વોટ બેંક ની રાજનીતિ થી વિશેષ કઇ જ ન હતુ !

જો કે સોશ્યલ મીડિયામાં પણ એવી કૉમેન્ટ થઈ રહી રહી છે કે, શુ કૉંગ્રેસનું ખેડુતોના દેવા માફી નું આંદોલન ધારાસભ્યો ના પગાર વધારા સુધી જ સીમિત હતુ ? જો ખરેખર કૉંગ્રેસ ખેડુતો મુદ્દે, મોંઘવારી મુદ્દે, લડતી હોત તો એના ધારા સભ્યો એ વિધાન સભામાં પગાર વધારા ના બિલ નો જોર શોર થી વિરોધ કરવો જોઈતો હતો,પણ ઍમ ના કરી કદાચ કૉંગ્રેસ હવે પ્રજા મુદ્દે લડવામાં વિશ્વસનીયતા ગુમાવી રહ્યુ છે,જ્યારે આ મુદ્દે ભાજ્પ નો હાથ ઊંચો રહ્યો છે !

About the author

Editor

Featured