EDUCATION Gujarat Lifestyle

ધો.12 સાયન્સનું પરિણામ 71.90 ટકા, સુરતમાં 95 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : આજે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધો. 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 71.83 ટકા છોકરાઓ અને 72.01 ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે. જ્યારે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09 ટકા પરિણામ જાહેર થયું છે.સુરતમાં 95 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

A1 ગ્રેડ મેળવનાર પારેખ યશ,સુરત

ઉલ્લેખનીય છે કે, કુલ 1,24,694 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 1,23,860 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.રાજ્યમાં 84.17 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે. 35 એવી શાળા છે જ્યાં 100 ટકા પરિણામ આવ્યું છે. ધો.12ની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. પરિણામનું વિતરણ સવારે 10થી 4 વાગ્યા સુધી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી જાણી શકશે.

પરિણામની એક ઝલક
છોકરીઓનું પરિણામ-71.83%
છોકરાઓનું પરિણામ -72.01%
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર(ધ્રોલ)-91.60%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર(બોડેલી)-27.19%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો(રાજકોટ)-84.47%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો(છોટા ઉદેપુર)-29.81%
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ-35
10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા-49
એ ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ-78.92%
બી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ-67.26%
એબી ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ-64.29%
દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા-214
ગેરરીતિ કેસની સંખ્યા-365