સફળ સ્ટોરી/ પોતાની આવડત અને કોઠાસૂઝથી ઊંઝાના ધવલ પટેલ બન્યા શતકવીર, જાણો તેમની સફળતાનું રહસ્ય

0
1423

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  અસ્થિર મનના માનવીને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. કહેવાય છે કે જો મન મક્કમ હોય તો ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ જંગ જીતી શકાય છે. શિક્ષણ ભલે ઓછું હોય પરંતુ જો આવડત એટલે કે ટેલેન્ટ અને સ્કિલ હોય એવી વ્યક્તિ જીવનમાં ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરતી રહે છે. આવા જ એક સફળ વ્યક્તિ છે ઊંઝાના શતકવીર ધવલ પટેલ.

ધવલ પટેલ ઊંઝા તાલુકાના અમુઢ ગામના વતની છે. તેમણે ધોરણ-૧૨ સુધી અભ્યાસ કરેલો છે. ત્યારબાદ જીવનમાં કંઈક કરી છૂટવાની ઝંખનાએ તેમને અભ્યાસ કર્યા પછી શાંતિથી બેસવા દીધા નહીં અને ધવલ પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત ઊંઝાની એલ.આઇ.સી શાખામાં જોડાઇને કરી. ધવલ પટેલ 2011માં ઊંઝાની એલઆઈસીની શાખામાં જોડાયા અને તેમણે એલ.આઇ.સી ની વિવિધ પોલિસીઓ ઉતારવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં થોડીક મુશ્કેલીઓ પડી પરંતુ સરળ અને સૌમ્ય સ્વભાવ ને કારણે તેમનો પ્રગતિનો રથ ઝડપથી આગળ વધતો ગયો અને પ્રથમ વર્ષે જ તેમણે સો પોલીસી કરી અને તેઓ શતક વીર બન્યા.

ત્યારબાદ તેઓ એક પછી એક સિદ્ધિના સોપાનો સર કરતા ગયા.તેમની બીજી વિશેષ સિદ્ધિ એ છે કે તેમણે તેમના અમુઢ ગામને બે વાર વર્ષ 2011-12 માં તથા વર્ષ 2016-17 માં બિમા ગ્રામ (એક જ વર્ષમાં, ગામમાં 100 પોલીસી) બનાવી ને અનુક્રમે રૂ.25000 અને રૂ.50000 અનુદાન અમુઢ ગામ ને અપાવી ને ગૌરવાન્વિત થયેલા છે.

ધવલ પટેલ ઉંઝા LIC બ્રાન્ચ માં વર્ષ  2021 માટે MDRT (USA) સૌપ્રથમ કવોલીફાઈડ થયા છે તથા 2020-21ના વર્ષ માં 101  પોલીસી સાથે શાખા માં પ્રથમ શતકવીર બન્યા છે, જે ખુબ ગૌરવની વાત છે.આ સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શક વિકાસ અધિકારી દિલીપ સિંહ વાઘેલા તથા તમામ માનવંતા ગ્રાહકોનો અને તમામ સ્નેહીજનોનો તેમણે ખૂબ ખૂબ આભાર માન્યો છે અને આ રીતે જ સાથ-સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.